Home /News /national-international /

ઉન્નાવ: આરોપી MLA કુલદીપ સેંગરની ધરપકડનો નિર્ણય CBI કરશે: ડીજીપી

ઉન્નાવ: આરોપી MLA કુલદીપ સેંગરની ધરપકડનો નિર્ણય CBI કરશે: ડીજીપી

  ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી બીજેપી ધારાસભ્યની ધરપકડ અંગે યુપી પોલીસના મહાનિદેશક ઓપી સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે હાલ તેમની ધરપકડ કરવામાં નહીં આવે. ધારાસભ્યની ધરપકડનો નિર્ણય સીબીઆઈ કરશે.

  પ્રમુખ સચિવ ગૃહ અરવિંદ કુમાર અને ડીજીપીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી નથી. તેમણે કહ્યું કે, અમે બંન્ને પક્ષોને સાંભળીને કાર્યવાહી કરીશું. તમામ મામલા સીબીઆઈને ટ્રાન્સફર થઇ રહ્યાં છે. હવે સીબીઆઈ નિર્ણય લેશે કે ધરપકડ કરવાની છે કે નહીં.

  યોગીએ સીબીઆઈને તપાસ સોંપી

  ઉન્નાવ કાંડમાં યોગી સરકારે મોટો નિર્ણય લેતા આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની અને બાંગરમઉ  ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર તથા તેમના સમર્થકો પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યાં બાદ તેની પર એફઆઈઆર નોંધાવવામાં આવી છે. હવે કોઇપણ સમયે ધરપકડ થઇ શકે છે.

  ઉન્નાવ જેલમાં પીડિતાના પિતાના મોતની તપાસ પણ સીબીઆઈને આપવામાં આવી છે. આખા મામલામાં બેદરકારીના આરોપથી અધિકારીઓને પણ આડે હાથે લીધા છે. ઉન્નાવ જિલ્લા હોસ્પિટલના બે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને તેમની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ઉન્નાવ જેલ હોસ્પિટલના 3 ડોક્ટરો પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આમની પર પીડિતાના પિતાની સારવારમાં બેદરકારીનો આરોપ છે. આ ઉપરાંત પણ સીઓ સફીપુર કુંવર બહાદુર સિંહને પણ બેદરકારીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

  તંત્રએ પીડિતાના પરિવારને સુરક્ષા આપવાનો પણ આદેશ આપ્યો છે. એસઆઈટીની સાથે જેલ ડીઆઈજી અને ઉન્નાવ જિલ્લા તંત્રમાં મામલાની એકસાથે ત્રણ રિપોર્ટ આપવામાં આવી હતી. જેના પગલે ગૃહ વિભાગે આ મોટો નિર્ણય લીધો હતો.

  આ પહેલા કાલે બુધવારે મોડી રાતે 11:30 કલાકે સમર્થકોની સાથે એસએસપીની ગેરહાજરીમાં એસએસપી કેમ્પ ઓફિસ ગયા હતાં. જ્યાં તે મીડિયાકર્મીઓ પર ઘણાં ભડક્યા હતાં. લગભગ 20 મિનિટના હંગામાં પછી તે પરત ફર્યા હતાં. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને ષડયંત્ર ગણાવ્યાં અને કહ્યું કે તે નિર્દોષ છે. આ ખોટા આરોપોખથી તેઓ ઘણાં વ્યથિત છે અને પોલીસ સુરક્ષાની માંગ પણ કરી હતી. આખા કાફલા સાથે મોડી રાતે લખનઉ એસએસપીની ઓફિસ તેઓ કેમ ગયા તેવું પુછતાં કહ્યું કે હું ત્યાં એ જણાવવા ગયો હતો કે હું રેપિસ્ટ નથી અને હું ક્યાંય ફરાર પણ નથી થયો.  સેંગરને જ્યારે સરેન્ડરની વાત પુછવામાં આવી ત્યારે કહ્યું કે, 'તમે (મીડિયા) જ્યાં કહેશો ત્યાં જઇશું. તમારી ચેનલ પર જઇને બેસીએ. હું ચેનલના સાથીઓના કહેવાથી અહીં આવ્યો છું. ચેનલના સાથીઓ જ્યાં કહેશે ત્યાં જઇશું. નમસ્તે.'

  હજી સુધી ધારાસભ્ય સામે કોઇ એફઆઈઆર નથી થઈ પરંતુ મામલાની એસઆઈટી રિપોર્ટમાં ધારાસભ્યને આરોપી ગણાવવામાં આવ્યો છે. આ મામલામાં બનાવેલ એસઆઈટીની તપાસમાં બીજેપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો મારપીટનું ષડયંત્ર કરવાનો આરોપી ગણાવવામાં આવ્યો છે. જ્યારે તેના ભાઈ અતુલ સિંહને પીડિતાના પિતાની સાથે મારપીટ કરવામાં દોષી કરાર કરવામાં આવ્યાં છે.

  એડીજી જોન રાજીવ કૃષ્ણના નેતૃત્વમાં બનાવેલી આ ટીમની પ્રારંભિક રિપોર્ટમાં ધારાસભ્ય અને રેપ પીડિતાના પરિવારો વચ્ચે જૂની અદાવત પણ સામે આવી છે. એસઆઈટીએ આખા મામલાની વિસ્તૃત તપાસનો પણ પ્રસ્તાવ આપ્યો છે અને ઉન્નાવ પોલીસને પણ મામલામાં દોષી માનવામાં આવ્યાં છે.

  જણાવીએ કે આ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીજીપી પાસે 24 કલાકની અંદર રિપોર્ટ માંગી હતી. જેના પગલે ડીજીપીએ એસઆઈટી બનાવીને ઉન્નાવ મોકલી દીધા હતાં. જેઓ બુધવારે ઉન્નાવના માખી થાણા ક્ષેત્રમાં આવેલા પીડિતાના ઘરે ગયા હતાં. જ્યાં તેમણે બે કલાકથી વધારે પીડિતા અને તેના પરિવાર સાથે વાત કરી. ધારાસભ્યના પક્ષના પણ પાંચ લોકો સાથે પૂછપરછ કરી હતી. એસઆઇટીએ ઉન્નાવના ડીએમ તથા એસપી સાથે અલગ મિટીંગ પણ કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Yogi Adityanath, Unnao Gangrape, Unnao rape case

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन