ઉન્નાવ ગેંગરેપ: આરોપી બીજેપી ધારાસભ્ય સેંગરની CBIએ કરી અટકાયત

 • Share this:
  ઉન્નાવ ગેંગરેપના આરોપી બીજેપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સીબીઆઈએ તેમના ઘરેથી લગભગ 4:30 કલાકે અટકાયત કરી છે. અત્યારે તેમને લખનઉ સીબીઆઇ ઝોનલ ઓફિસમાં રાખવામાં આવ્યાં છે. જ્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે.

  આ પહેલા ઉન્નાવ રેપ મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારને આડે હાથે લેતા પૂછ્યું હતું કે તે દરેક મામલામાં આરોપીની ધરપકડ માટે સબૂતની રાહ જુએ છે. આ મામલામાં હાઇકોર્ટ હવે શુક્રવાર બપોરે બે કલાકે ચુકાદો સંભળાવશે.

  આ બહુચર્ચિત મામલામાં બહેસ દરમિયાન ચીફ જસ્ટિસ ડીબી ભોંસલેએ રાજ્ય સરકાર વિરુદ્ધ કડક ટિપ્પણી કરતાં કર્યું કે કાયદા વ્યવસ્થા ધ્વસ્ત થઇ ચુકી છે. પીડિતા છ મહિના સુધી ન્યાય માંગતી રહી પરંતુ કોઇ સુનાવણી જ ન થઇ. તેના પિતાના મૃત્યુ પછી પોલીસની ઉંઘ તૂટી.  આ મામલાની સુનાવણીમાં રાજ્ય સરકારના મહાધિવક્તા રાઘવેન્દ્ર સિંહને પોતાનો પક્ષ મુક્યો. તેમણે કહ્યું કે રેપના મામલામાં ધારાસભ્ય સામે પર્યાપ્ત સબૂત નથી. જરૂરી સબૂત મળશે પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આવા જવાબ પર ગુસ્સે થતાં કોર્ટે સવાલ કર્યો કે દરેક મામલામાં આ રીતે પહેલા સબૂતો મેળવી લે છે. ચીફ જસ્ટિસે મહાધિવક્તાને પૂછ્યું કે આપ સરકાર તરફથી છો કે આરોપી તરફ?

  આ મામલે પીડિતાએ ન્યાયની માગ કરતા કહ્યું છે કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઇએ.

  આ પછી ન્યાયમિત્ર જીએસ ચતુર્વેદીએ કોર્ટમાં પોતાનો પક્ષ મુક્યો. બંન્ને પક્ષોને સાંભળ્યાં પછી કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો. આ પહેલા સવારે અલ્હાબાદ હાઇકોર્ટે યુપી સરકારને કડક શબ્દોમાં પુછ્યું હતું કે આ મામલામાં વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ અત્યાર સુધી કેમ નથી થઇ? હાઇકોર્ટે સરકારના મહાધિવક્તાને બે વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને પુછ્યું છે કે આ મામલામાં તમે ધરપકડ કરવાના છો કે નહીં?

  બુધવારે ઇલ્હાબાદ હાઇકોર્ટે આ મામલામાં સ્વત: સંજ્ઞાન લીધું હતું. જેના પર કોર્ટમાં સુનાવણી ચાલું છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ લંચ પછી હવે ફરીથી આ મામલે સુનાવણી થવાની હતી. મામલામાં ગુરૂવારે સવારે રાજ્ય સરકારે કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકારે તપાસ સીબીઆઈને સોંપી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: