Home /News /national-international /VIDEO: સમાધી લેવાનું નાટક કરી રહ્યો હતો યુવક, પોલીસે બહાર કાઢી ધોઈ નાખ્યો

VIDEO: સમાધી લેવાનું નાટક કરી રહ્યો હતો યુવક, પોલીસે બહાર કાઢી ધોઈ નાખ્યો

સમાધી લેવાનું નાટક કરતા યુવકને પોલીસે ખાડામાંથી બહાર કાઢ્યો

Unnao Latest News:ઉન્નાવમાં આસ્થાના નામ પર રમત રમવાનું મોંઘુ પડ્યું હતું. આસીવન પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તાજપુરમાં નવરાત્રિમાં મોટા ચડાવો આવશે તેની લાલચમાં એક યુવકે જીવતા સમાધી લેવાનું નાટક રચ્યું હતું. પોલીસે સમાધી લેનારા યુવકને સમાધીને પકડીને બહાર કાઢ્યો અને જેલમાં પુરી દીધો હતો.

વધુ જુઓ ...
    ઉન્નાવ: રૂપિયાની લાલચમાં લોકો ધર્મ સાથે રમત કરતા પણ અચકાતા નથી. ધનની લાલચમાં આસ્થા સાથે રમત કરતો એક કિસ્સો યુપીના ઉન્નાવમાંથી સામે આવ્યો છે. ઉન્નાવના આસીવન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તાજપુરના રહેવાસી ચાર લોકો નવરાત્રિમાં મોટો ચડાવો ચડાવાની લાલચમાં એક યુવકને ભૂ સમાધી અપાવી દીધી. જેવો આ કિસ્સો પોલીસના ધ્યાને આવ્યો, તાત્કાલિક સ્થળ પર પહોંચીને યુવકને બહાર કાઢ્યો હતો. પોલીસે યુવક સહિત 3 પૂજારીઓની પણ ધરપકડ કરી છે.

    આસીવન પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તાજપુર ગામના રહેવાસી શુભમ ગોસ્વામીએ નવરાત્રિ પર ભૂ સમાધિ લઈ લીધી હતી. લગભગ 6 ફુટના ખાડામાં તેને ઉતારી દીધો હતો. આ સમાધીનો ખાડો ખોદવામાં શુભમનો પિતા વીનિત પણ સામેલ હતો. શુભમ લગભગ 4-5 વર્ષથી ગામની બહાર ઝૂંપડી બનાવીને રહેતો હતો. પૂજારીના સંપર્કમાં આવતા પૂજા પાઠ કરવા લાગ્યો હતો. પૂજારી મુન્નાલાલ અને શિવકેશ દીક્ષિતે આસ્થાને આવકનું સાધન બનાવાનું ષડયંત્ર રચ્યું હતું. પૂજારીઓએ નવરાત્રિના પર્વ પર મોટી રકમ કમાવવા માટે ભૂ સમાધી લેવા માટે ઉકસાવ્યો. ગત રવિવારે સાંજે શુભમે 6 ફુટના ખાડામાં સમાધી લીધી. ગામલોકોને આ અંગે જાણકારી મળી તો, તેમણે પોલીસને જાણકારી આપી.



    જીવતો યુવક સમાધી લેતો હોવાની સૂચના મળતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો, પોલીસ ગામમાં પહોંચી. ત્યાં બેઠેલા સાધુઓને સમાધી લેનારા યુવકનું નામ પૂછ્યું. બાદમાં તેણે સમાધીના ખાડામાંથી બહાર નિકળવાનું કહ્યું. સમાધી સ્થળને વાંસ અને માટીથી કવર કર્યું હતું. પોલીસે તાત્કાલિક બધું હટાવ્યું અને યુવકને બહાર લાવવામા તૈયાર કર્યો. પોલીસે ધમકાવતા કહ્યું કે, બહાર નિકળ તને એટલો મોટો સાધુ બનાવીશું કે જીંદગીભર યાદ રાખીશ. પોલીસે જ્યારે વાસ માટી હટાવીને યુવક સુધી પહોચી તો તેણે કહ્યું મને ટચ કરતા નહીં.


    ધરપકડ બાદ પોલીસે જ્યારે શુભમને કડકાઈ સાથે પૂછપરછ કરતા ચડાવાની લાલચમાં આસ્થાની સાથએ રમત કરતા હોવાનું સામે આવ્યું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી શુભમ, પાજૂ મુન્નાલાલ અને શિવકેશ દીક્ષિત સહિત 4ની ધરપકડ કરી લીધી હતી. મેડિકલ પરીક્ષણ કરાવીને કોર્ટમાં રજૂ કરવા માટે તેને જેલમાં મોકલીમાં દેવામાં આવ્યો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Uttar Pradesh‬

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन