ઉન્નાવ ગેંગરેપ : પીડિતાને એર એમ્બ્યુલન્સથી દિલ્હી ખસેડાઈ, આરોપીની બહેને ભાઈ અને પિતાને નિર્દોષ ગણાવ્યા

News18 Gujarati
Updated: December 6, 2019, 8:14 AM IST
ઉન્નાવ ગેંગરેપ : પીડિતાને એર એમ્બ્યુલન્સથી દિલ્હી ખસેડાઈ, આરોપીની બહેને ભાઈ અને પિતાને નિર્દોષ ગણાવ્યા
પીડિતાને સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

આરોપીની બહેનનું કહેવું છે તેની માતા કુંદનપુર ગ્રામ પંચાયતની પ્રમુખ હોવાથી રાજકીય કિન્નાખોરી રાખીને તેના ભાઈ અને પિતાને ફસાવવામાં આવ્યા છે.

  • Share this:
ઉન્નાવ : શહેરમાં રેપ પીડિતાના જીવતી સળગાવી દેવાના કેસમાં આરોપી શુભમની બહેને પોતાના ભાઈ અને પિતા હરીશંકરને નિર્દોષ ગણાવ્યા છે. તેનું કહેવું છે કે તેની માતા કુંદનપુર ગ્રામ પંચાયતની પ્રમુખ છે. આથી રાજકીય કિન્નાખોરી રાખીને તેના ભાઈ અને પિતાને ફસાવી દેવામાં આવ્યા છે. તેણે આખા મામલામાં સીબીઆઈ તપાસ કરવાની માંગણી કરી છે. હકીકતમાં, શુભમની સાથે સાથે તેના પિતા હરીશંકર પર પણ પીડિતાને જીવતી સળગાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલે પોલીસ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

શું છે આખો મામલો?

આ ઘટના બિહાર પોલીસ ક્ષેત્રના હિન્દુનગર ગામની છે. અહીં થોડા દિવસ પહેલા એક યુવતી પર બળાત્કાર થયો હતો. આ મામલે બે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે યુવતી આ મામલે પેરવી માટે રાયબરેલી જઈ રહી હતી. સવારે ચાર વાગ્યાની આસપાસ બંને આરોપી તેમજ તેના ત્રણ સાથીઓએ યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને આગને હવાલે કરી દીધી હતી. આ અંગે ખબર મળતા જ ગામમાં ભૂકંપ આવી ગયો હતો. પોલીસ ગામમાં પહોંચી હતી અને પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીંથી તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં મોકલી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

બંને આરોપીઓએ જામીન પર છૂટ્યા બાદ પોતાના ત્રણ અન્ય મિત્રો સાથે મળીને આ કામને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં પીડિતા 90 ટકા બળી ગઈ છે. લખનઉ ટ્રોમા સેન્ટરમાં સારવાર બાદ તેને સફદરગંજ હોસ્પિટમાં રિફર કરવામાં આવી હતી. પીડિતાને એરલિફ્ટ કરીને અહીં સારવાર માટે લઈ આવવામાં આવી હતી.

એમ્બ્યુલન્સે 18 મિનિટમાં 13 કિલોમીટરનું અંતર કાપ્યું

ઉન્નાવ ગેંગરેપ પીડિતા જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે. 90 ટકા સુધી બળી ગયેલી પીડિતાની હાલત અત્યંત નાજુક છે. પીડિતાને સારવાર માટે લખનઉથી એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી ખસેડવામાં આવી છે. અહીં સફદરગંજ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. દિલ્હી એરપોર્ટથી સફદરગંજ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. પીડિતાને હૉસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સને દિલ્હી એરપોર્ટથી સફદરગંજ સુધી 13 કિલોમીટરનું અંતર કાપતા ફક્ત 18 મિનિટ લાગી હતી.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर