ઉન્નાવ : 90% દાઝીને પણ દુષ્કર્મ પીડિતા 1 km દોડી, જાતે જ પોલીસને ફોન કર્યો

ઉન્નાવ : 90% દાઝીને પણ દુષ્કર્મ પીડિતા 1 km દોડી, જાતે જ પોલીસને ફોન કર્યો
જામીન પર છૂટેલા દુષ્કર્મના આરોપીઓએ પીડિતાને ગામની બહાર આગને હવાલે કરી દીધી હતી.

દાઝી ગયેલી પીડિતાને જોઈ પ્રત્યક્ષદર્શી તેને 'ચુડેલ' સમજી ડરી ગયો, ઓળખ આપ્યા બાદ ફોન કરતાં પોલીસ આવી

 • Share this:
  ઉન્નાવ : ગેંગરેપ પીડિતા (Unnao Gangrape victim)ને જીવતી સળગાવી દેવાના મામલામાં એક પ્રત્યક્ષદર્શી રવિન્દ્ર પ્રકાર સામે આવ્યો છે. તેના જણાવ્યા મુજબ, જીવતી સળગાવી દેવા છતાંય પીડિતા લગભગ એક કિલોમીટર સુધી દોડતી તેમની પાસે મદદ માટે પહોંચી હતી. ત્યારબાદ તેના ફોનથી પીડિતાએ 100 નંબર ડાયલ કર્યો અને પોલીસને ઘટનાની જાણ કરી. પીડિતા સાથે વાત કર્યા બાદ પીઆરવી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

  રવિન્દ્ર પ્રકાશે જણાવ્યું કે, પીડિતા ત્યાંથી દોડીને આવી રહી હતી અને બચાવો-બચાવો બૂમો પાડી રહી હતી. જ્યારે મને પૂછ્યું કોણ છે તો તેણે પોતાની ઓળખ જણાવી. રવિન્દ્ર કહે છે કે અમે ડરી ગયા, તે લગભગ બળી ગઈ હતી. પહેલા તો અમને લાગ્યું કે તે ચુડેલ છે. અમે પાછળ ભાગ્યા અને ડંડો ઉઠાવ્યો અને અમે કુહાડી લાવો, કુહાડી લાવોની બૂમો પણ પાડી. ઓળખ જણાવ્યા બાદ પણ તેમનો ડર ઓછો ન થયો અને તેનાથી દૂર ઊભો રહ્યો. રવિન્દ્રએ જણાવ્યું કે, ત્યારબાદ પોલીસને ફોન કર્યો અને તેને પીડિતાના મોંની સામે રાખ્યો. પીડિતાએ પોલીસ વાતે વાત કરી ત્યારબાદ 100 નંબર ગાડી આવી ગઈ અને તે બેસીને જતી રહી.  બીજી તરફ, પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. પીડિતાના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ 307, 326, 506 કલમોને આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

  ઉન્નાવ ગેંગેરપ પીડિતાને જીવતી સળગાવવાના મામલામાં પ્રત્યક્ષદર્શી રવિન્દ્રએ ઘટના વિશે માહિતી આપી.


  શું છે સમગ્ર મામલો?

  થોડા દિવસ પહેલા જ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મામલામાં બે આરોપીઓને ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આજે યુવતી આ કેસની સુનાવણી માટે રાયબરેલી કોર્ટ જઈ રહી હતી. સવાર ચાર વાગ્યાની આસપાસ ગામની બહાર ખેતરમાં બંને આરોપી તથા તેના ત્રણ સાથીઓએ તેની ઉપર કૅરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી.

  આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : મુખ્ય આરોપીનો ખુલાસો, જ્યારે ડૉક્ટરને સળગાવી ત્યારે તે જીવતી હતી

  પાંચ આરોપીની ધરપકડ

  ગંભીર રીતે દાઝી ગયેલી પીડિતાએ પોતાના નિવેદનમાં આરોપીઓના નામ લીધા હતા. મામલામાં પોલીસે કાર્યવાહી કરતાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મામલામાં ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પીડિતાને સળગાવવામાં આવી છે. તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેને લખનઉ રૅફર કરવામાં આવી છે. પોલીસ તમામની કૉલ ડિટેલ્સ તપાસી રહી છે. અમે પીડિતાનું નિવેદન પણ લીધું છે જે કેસમાં ખૂબ મહત્વપૂર્ણ હશે. ડીજીપીએ જણાવ્યું કે, કોર્ટના આદેશ બાદ રાયબરેલીમાં આ કેસ નોંધાયો હતો.

  રિપોર્ટ: અનુજ ગુપ્તા

  આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓની જેલમાં થઈ રહી છે સરભરા! મટન કરી અને ફ્રાઇડ રાઇડનું જમણ
  Published by:News18 Gujarati
  First published:December 05, 2019, 15:59 pm

  ટૉપ ન્યૂઝ