ઉન્નાવ કાંડ- કડક સુરક્ષાની વચ્ચે બંને દીકરીઓના થયા અંતિમ સંસ્કાર, ગામ લોકો ગમગીન

ખેતરમાં ચારો લેવા ગયેલી ત્રણ બાળકીઓ બેભાન અવસ્થામાં મળી હતી, બેનાં મોત અને એક બાળકીની હાલત ગંભીર

ખેતરમાં ચારો લેવા ગયેલી ત્રણ બાળકીઓ બેભાન અવસ્થામાં મળી હતી, બેનાં મોત અને એક બાળકીની હાલત ગંભીર

 • Share this:
  અનુજ ગુપ્તા, ઉન્નાવ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઉન્નાવ (Unnao)ના અસોહા પોલીસ સ્ટેશનની હદના બબુરહા ગામની બે કિશોરીઓના મોત (Death) બાદ સમગ્ર ગામ છાવણીમાં ફેરવાઈ ગયું છે. શુક્રવારે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે બંને દીકરીઓના અંતિમ સંસ્કાર (Last Rites) કરી દેવામાં આવ્યા. પરિજનોએ મૃતદેહોને દફનાવ્યા છે. આ દરમિયાન આઇજી, કમિશ્નર, ડીએમ, એસપી સહિત અનેક ઉચ્ચ અધિકારી ત્યાં હાજર હતા. જિલ્લા પ્રશાસન તરફથી મૃતકોના ઘરે પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

  ઉત્તર પ્રદેશ પોલીસ મહાનિદેશક (DGP) ચન્દ્ર અવસ્થીએ જણાવ્યું કે, બેભાન બાળકીનો ઉપચાર કાનપુરમાં ચાલી રહ્યો છે અને ડૉક્ટરોએ તેને સસ્પેક્ટેડ કેસ ઓફ પોઇઝનિંગ ગણાવ્યો છે. ડૉક્ટરોની એક પેનલે તેમાંથી બે મૃત બાળકીઓના પોસ્ટમોર્ટમ કર્યા છે. તેમના રિપોર્ટમાં કોઈ પ્રકારની ઈજાના નિશાન નથી મળ્યા. તેઓએ જણાવ્યું કે વિસરાને સુરક્ષિત કરીને રસાયણિક વિશ્લેષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, દુલ્હને લગ્નના 10 દિવસ બાદ જ પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી, કારણ જાણીને ચોંકી જશો

  ઘટનાક્રમની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. મામલાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસે 6 ટીમોની રચના કરી છે. તમામ શક્યતાઓને ધ્યાને લઈ વરિષ્ઠ અધિકારીઓની દેખરેખમાં ઘટનાની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે પશુઓ માટે ચારો લેવા ગયેલી ત્રણ બાળકીઓ ખેતરમાં બેભાન હાલતમાં મળી હતી. પરિજનોએ આ ત્રણેય બેભાન બાળકીઓને તાત્કાલિક સીએચસી અસોહા લઈને ગયા, જ્યાં ડૉક્ટરોએ બે બાળકીઓને મૃત જાહેર કરી હતી.

  આ પણ વાંચો, કાર સાથે ટક્કર થતાં સાઇકલ સવાર ઉછળીને છત પર પડતાં મોત, ડ્રાઇવર લાશને લઈને 10 KM ફરતો રહ્યો

  ત્રીજી બાળકીને સારવાર માટે ઉન્નાવ અને ત્યારબાદ કાનપુર (Kanpur)ની એક હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. બાળકની તબિયત હાલમાં સ્થિર છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આ તમામ બાળકીઓને ઝેરી (Poison) પદાર્થ ખવડાવવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ના નિર્દેશ પર સરકાર હૉસ્પિટલમાં દાખલ બાળકીની સારવારનો તમામ ખર્ચ વહન કરશે.
  Published by:Mrunal Bhojak
  First published: