ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા કેસમાં કુલદીપ સેંગરને 10 વર્ષની સજા

કુલદીપ સહિત 7 લોકોને 10 વર્ષની સજા, સેંગર અને તેના ભાઈને 10-10 લાખ દંડનો પણ ફટકાર્યો

કુલદીપ સહિત 7 લોકોને 10 વર્ષની સજા, સેંગર અને તેના ભાઈને 10-10 લાખ દંડનો પણ ફટકાર્યો

 • Share this:
  લખનઉ : ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના પિતાની હત્યા કેસમાં કુલદીપ સિંહ સેંગર (Kuldeep Singh Senger) સહિત સાતેય દોષિતોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે તેની સાથે જ 10 લાખ રૂપિયા દંડની સજા પણ ફટકારી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, દંડની રકમ પીડિતાને આપવામાં આવશે. નોંધનીય છે કે, જેમને સજા ફટકારવામાં આવી છે તેમાં બે ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police)ના અધિકારીઓ પણ છે. એક તે સમયે માખી પોલીસ સ્ટેશનના SHO હતા, અને બીજા તે સમયે માખી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટ હતા.

  સીબીઆઈ (CBI)એ આ મામલામાં દોષિતોને મહત્તમ સજા આપવાની માંગ કરી હતી. આ પહેલા ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે ભારતીય જનતા પાર્ટી બીજેપીથી બરતરફ કરાયેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ બીજી એફઆઈઆર હતી, જેમાં કોર્ટે આજે સજા સંભળાવી છે.

  આ પણ વાંચો, ડર્બલ મર્ડરના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું, પગમાં ગોળી વાગતાં ઝડપાયો

  કોર્ટે કોને-કોને સજા ફટકારી?

  આ મામલામાં તીસ હજારી કોર્ટે 11 આરોપીઓમાંથી 4 આરોપીને દોષમુક્ત જાહેર કર્યા છે. જ્યારે 7 લોકો દોષી કરાર કરવામાં આવ્યા હતા. કુલદીપ સિંહ સેંગર, સબ ઇન્સ્પેક્ટર કામતા પ્રસાદ, એસએચઓ અશોકસિંહ ભદૌરિયા, વિનીત મિશ્રા ઉર્ફ વિનય શર્મા, બીરેન્દ્ર સિંહ ઉર્ફે બઉવા સિંહ, શશ‍િ પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ, જયદીપ સિંહ ઉર્ફ અતુલ સિંહને દોષી કરાર કર્યા હતા. સાતેય દોષિતોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

  આ પણ વાંચો, સાત ફેરા લીધા બાદ અચાનક વરરાજાએ કાપી દીધી દુલ્હનના હાથની નસ!
  Published by:Mrunal Bhojak
  First published: