1 ઓગસ્ટથી લાગુ થશે Unlock-3.0, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

News18 Gujarati
Updated: July 29, 2020, 9:33 PM IST
1 ઓગસ્ટથી લાગુ થશે Unlock-3.0, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ
પ્રતિકાત્મક તસવીર

સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી જીમ અને યોગ સંસ્થાનોને ખોલવાની છૂ આપવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે (Central Government) કોવિડ-19 (Covid-19)ને ધ્યાનમાં રાખીને અનલોક-3.0 (Unlock 3.0) ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે અનેક ક્ષેત્રોમાં છૂટ આપવામાં આવી છે. જોકે, હજી કેટલકા ક્ષેત્રમાં પ્રતિબંધ યથાવત રહેશે. સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી જીમ (Gymnasium) અને યોગ (Yoga) સંસ્થાનોને ખોલવાની છૂ આપવામાં આવી છે. આ સંસ્થાન આગામી પાંચ ઓગસ્ટથી કેટલીક શરતોને આધીન ખોલવામાં આવશે. જોકે, હજી સ્કૂલ, કોલેજો અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ્સને 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ રજૂ કર્યો છે.

સિનેમા હોલને હજી જોવી પડશે રાહ
સરકારના આદેશ પ્રમાણે 31 ઓગસ્ટ સુધી સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક્સ, થિયેટર, બાર અને ઓડિટોરિયમ જેવી જગ્યાઓ પણ બંધ રહેશે. સાથે જ મેટ્રો રેલ ઉપરાંત ઈન્ટરનેશન ફ્લાઈટ્સ ઉપર પણ હજી પ્રતિબંધ રહેશે. આ પહેલા માનવામાં આવી રહ્યું છે કે સરકાર તરફથી અનલોક 3માં મેટ્રો રેલવેની સુવિધા ફરીથી શરુ કરી શકાશે પરંતુ સાવચેતીના ભાગ રૂપે હજી બંધ રહેશે.

સામાજિક, રાજનીતિક અને ધાર્મિક મેળા ઉપર સરકારી પાબંદી
આ ઉપરાંત સામાજિક, રાજનીતિક, શૈક્ષણિક, સ્પોટ્સ, ધાર્મીક મેળા ઉપર પ્રતિબંધ યથાવત રહેશે. આદેશમાં કહેવામાં આવ્યં છે કે, દેશમાં કોરોનાના હાલાતોના આધારે નક્કી કરવામાં આવશે કે કયા ક્ષેત્રમાં છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-સુરતઃ માથાની બીમારીના લીધે પરિવારે ઓનલાઈન અભ્યાસની ના પાડી, 16 વર્ષની સગીરાએ કર્યો આપઘાતસ્વતંત્રતા દિવસ કાર્યક્રમોને લઈને રજૂ કરાયા સૂચનો
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો અંગે કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે. જે પણ લોકો આવા કાર્યક્રમોમાં સામેલ થાય તો ફરજિયાત માસ્ક પહેરે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી! સોનું રૂ.55,000 નજીક પહોંચ્યું, ફટાફટ જાણી લો નવા ભાવ

આ પણ વાંચોઃ-સુરતઃ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દી ઉપર પ્લાઝમાં થેરાપી સફળ, કતારગામના દર્દીને મળ્યું નવજીવન

અનલોક બાદ દેશમાં ખૂબ જ ઝડપથી કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે 1 જૂનથી કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી અનલોકની પ્રક્રિયા બાદ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો હતો.

ભારતમાં અત્યાર સુધી કોરોના દર્દીઓની સંખ્યાનો આંકડો 15 લાખને પાર થઈ ચૂક્યો છે. 34 હજારથી વધારે લોકો આ મહામારીના કારણે મોતને ભેટ્યા છે. જોકે, આ દરમિયાન દેશમાં રિકવરી રેટ ઝડપથી સુધર્યો છે. ભારતમાં કોરોના ટેસ્ટિંગ સ્પીડને ઝડપથી વધારવામાં આવી છે.
Published by: ankit patel
First published: July 29, 2020, 8:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading