Covid-19: Unlock 5.0ની ગાઇડલાઇન આજે થઈ શકે છે જાહેર, મળી શકે છે આ છૂટ

News18 Gujarati
Updated: September 28, 2020, 7:44 AM IST
Covid-19: Unlock 5.0ની ગાઇડલાઇન આજે થઈ શકે છે જાહેર, મળી શકે છે આ છૂટ
Unlock 5.0માં સિનેમા હૉલ અને પર્યટન સ્થળોને ખોલવાની છૂટ આપવામાં આવશે કે નહીં?

Unlock 5.0માં સિનેમા હૉલ અને પર્યટન સ્થળોને ખોલવાની છૂટ આપવામાં આવશે કે નહીં?

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ને અલગ-અલગ ચરણોમાં ખોલવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 4 અનલૉકમાં અનેક પ્રકારની છૂટ આપી ચૂકી છે અને અર્થવ્યવસ્થાને ખોલી છે. તેની કડીમાં આજે અનલૉક-5 (Unlock-5.0)માં 31 ઓક્ટોબર સુધી માટે નવી ગાઇડલાઇનની જાહેરાત કરવામાં આવી શકે છે. ઓક્ટોબરથી ભારતમાં લાંબા સમય સુધી ચાલનારા તહેવારોની મોસમ (Festive season) શરૂ થઈ રહી છે. એવામાં જોવાનું રહેશે કે કોરોનાના વધતા કેસોની વચ્ચે સરકાર હવે કઈ છૂટ આપે છે અને કઈ બાબબતો પર પ્રતિબંધ લગાવે છે.

ગત મહિને ગૃહ મંત્રાલય (Home Ministry) એ કેટલીક વધુ છૂટ આપવાની વાત કહી હતી અને ધીમે-ધીમે કન્ટેનમેન્ટ ઝોન (Containment Zone)ની બહાર વધુ ગતિવિધિઓ માટે છૂટ આપી હવી. હવે જ્યાં ઉદ્યોગ (Industries) આવનારા તહેવારોના દિવસોમાં ગ્રાહકો (costumers) તરફથી માંગના વધારાની આશા રાખી રહ્યા છે, વધુ છૂટ (Relaxations) આપવામાં આવી શકે છે.

ઓક્ટોબરથી લાગુ થનારા અનલૉક-5માં કઈ-કઈ છૂટ આપવામાં આવી શકે છે?

જાહેર સ્થળો જેવા કે મૉલ, સલૂન, રેસ્ટોરાં, જિમને પહેલા જ કેટલાક નિયમો સાથે છૂટ આપવામાં આવી ચૂકી છે પરંતુ હજુ પણ સિનેમા હૉલ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક નથી ખુલ્યા. એવામાં જોવાનું રહેશે કે તેને ઓક્ટોબરમાં ખોલવાની મંજૂરી મળે છે કે નહીં. જ્યારે તેના માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી અનેકવાર વિનંતી કરવામાં આવી ચૂકી છે. જોકે અગાઉની ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિએટર ખોલવાના નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો, ભારતે લદાખમાં તૈનાત કરી T-90 અને T-72 ટેન્ક, માઇનસ 40 ડિગ્રીમાં પણ દુશ્મનોને ભણાવશે પાઠ

જેની સામે પશ્ચિમ બંગાળમાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં લોકોના પ્રવેશની સાથે સિનેમા હૉલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, સામાન્ય સ્થિતિ તરફ પરત ફરવા માટે જાત્રા, નાટક, ઓપન એર થિએટર, સિનેમા અને તમામ મ્યૂઝીકલ, ડાન્સ, ગાયકી અને જાદૂના શૉની 50 લોકો કે તેનાથી ઓછાની સાથે 1 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જોકે આ દરમિયાન સામાજિક અંતરના નિયમ, માસ્ક પહેરવા અને બચાવના આવશ્યક ઉપાયોનું પાલન કરવું પડશે.આ પણ વાંચો, શાહિદ આફ્રિદીએ કહ્યું- મોદી સરકાર છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે સીરીઝ નહીં યોજાય

પર્યટન ક્ષેત્રને મળી શકે છે પ્રોત્સાહન

મહામારી અને લૉકડાઉન દરમિયાન પર્યટન ક્ષેત્ર ગંભીર અને માઠી અસર જોવા મળી રહી છે. એવામાં અનલૉક-5ની પ્રક્રિયા દરમિયાન વધુ પર્યટન સ્થળો અને ટૂરિસ્ટ સેન્ટરોને પર્યટકો માટે ખોલવામાં આવી શકે છે. આવા જ એક પ્રયાસમાં સિક્કિમ સરકારે 10 ઓક્ટોબરથી હોટલો, હોમ-સ્ટે અને અન્ય ટૂરિમઝમથી જોડાયેલી સેવાઓને શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ, રવિવારે ઓડિશા સરકારે જાહેરાત કરી છે કે ઓક્ટોબરથી તમામ પર્યટન સ્થળોને ખોલી દેવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 7:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading