Unlock 4 : 1st સપ્ટેમ્બરથી કઈ સેવા શરૂ થઈ શકે છે? અને કઈ નહીં?
આજના સમયમાં લોકો અનેક રીતના પ્રોડક્ટ વાપરે છે. પણ અનેક લોકોને એલર્જીની સમસ્યા હોય છે. પણ જો તમને બહુ બધી વસ્તુઓથી જેમ કે એલર્જી હોય તો તે સ્પષ્ટ કહે છે કે તમારી ઇમ્યૂનિટી નબળી છે. ફોટો સભાર- Pixabay
લગભગ સાડા સાત લાખ એક્ટિવ કેસ છે. દેશમાં કોવિડ-19ના કારણે 62 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે.
નવી દિલ્હી : દેશભરમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકાર અનલોક-4 લાગુ કરવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, અનલોક-4માં પહેલાની જેમ સ્કૂલ-કોલેજ બંધ રહી શકે છે. દેશમાં હાલમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 34,63972 પહોંચી ગઈ છે. જેમાંથી 26 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. જ્યારે લગભગ સાડા સાત લાખ એક્ટિવ કેસ છે. દેશમાં કોવિડ-19ના કારણે 62 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે. સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર, અનલોક-4ની પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, જેમાં સિમિત મેટ્રો સેવાઓ ફરી શરૂ થઈ શકે છે. અનલોક-4ને લઈ ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં વિસ્તૃત દિશા-નિર્દેશ જાહેર કરી શકે છે.
તો જોઈએ અનલોક-4માં શું-શું ફેરફાર થઈ શકે છે
- સૂત્રો અનુસાર, અનલોકના આ તબક્કામાં પણ સરકારે સ્કૂલ કોલેજોને ખોલવાની મંજૂરી આપી નથી
- તેના પર ઊંડો વિચાર-વિમર્શ ચાલુ છે કે, વિશ્વવિદ્યાલય, આઈઆઈટી અને આઈઆઈએમ જેવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવે
- આ સાથે આ તબક્કામાં પણ કન્ટેનમેન્ટ ઝોન પર સખત પાબંધી ચાલુ રાખવાની સંભાવના છે.
- સિનેમાઘરોને 1 સપ્ટેમ્બરથી ખોલવાની મંજુરી મળવાની સંભાવના ઓછી છે. કેમ કે, ફિલ્મકાર અને સિનેમાઘરના માલિકો માટે એક બીજા સાથે સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવાનો નિયમનું પાલન પોતાના બિઝનેસ માટે વ્યવહારિક નહીં હોય.
- અનલોક-4ના દિશાનિર્દેશમાં કેન્દ્ર સરકાર માત્ર પ્રતિબંધ ગતિવિધિઓની વાત કરશે, બાકી વસ્તુઓને મંજૂરી મળી શકે છે.
- રાજ્ય સરકારો પોતાના રાજ્યો માટે અંતિમ નિર્ણય લેશે, જેના પર અનલોક-4માં પાબંધી રાખવામાં આવી હોય.
- આગામી મહિને સામાજિક, રાજનૈતિક ગતિવિધિઓ, રમત-ગમત, મનોરંજન, એકેડમી, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય સમાગમ પર પાબંધી ચાલુ રહે તેવી સંભાવના છે
" isDesktop="true" id="1019504" >
- બાર સંચાલકોએ પણ પોતાના કાઉન્ટર પર દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ, આ મંજૂરી ગ્રાહકોને પોતાના ઘરે લઈ જવા માટેની હશે. હજુ સુધી બાર ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.
- આંતરરાષ્ટ્રીય ઉડાન અને નિયમિત રેલ સેવાઓને પણ હાલમાં શરૂ થાય તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર