ભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144

News18 Gujarati
Updated: September 20, 2020, 9:11 PM IST
ભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144
પ્રતિકાત્મક તસવીર

આ બધા વચ્ચે ડરાવનારી વાત એ છે કે, ભારતમાં કોરોના વાયરસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 54 લાખને પાર પહોંચી ગયો છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીના કારણે પહેલા લોકડાઉન અને હવે અનલોક-4 ની પ્રક્રિયા પુરા દેશમાં ચાલી રહીછે. મેટ્રો, ટ્રેન અને અન્ય સેવાઓનું સંચાલન ફરી નિયમીત રીતે શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ બધા વચ્ચે ડરાવનારી વાત એ છે કે, ભારતમાં કોરોના વાયરસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 54 લાખને પાર પહોંચી ગયો છે. વધતા આંકડા વચ્ચે કેટલાક રાજ્યોએ પોતાને ત્યાં લોકડાઉન ફરી લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. તો કેટલાક રાજ્યોએ પોતાના રાજ્યમાં કલમ-144 લાગુ કરવાનો નિર્ણય લીધો છો.

મુંબઈ
કોરોના સંક્રમિત દર્દીઓના આંકડામાં મહારાષ્ટ્ર દેશમાં ટોપ પર છે. સંક્રમણનો ગ્રાફ ઝડપથી ુપર જતા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કલમ-144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા મુંબઈ પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, 4થી વધારે લોકો એક સાથે નીકળે અથવા જોવા મળે તો કડક એક્શન લેવામાં આવે. આ સિવાય કોઈ કારમ વગર રાત્રે ફરતા લોકો સામે પણ એક્શન લેવામાં આવે. આદેશ અનુસાર, મુંબઈમાં કલમ-144, 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.

રાજસ્થાન
માત્ર મુંબઈ જ નહી કોરોનાના કહેરને જોતા રાજસ્થાન સરકારે 11 જિલ્લા મુખ્યાલયોમાં સાર્વજનિક સ્થળો પર કલમ 144 લગાવી દીધી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં કરવામાં આવેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જયપુર, કોટા, અજમેર, અલવર, ભીલવાડ, બીકાનેર, ઉદયપુર, સીકર, પાલી અને નાગોર જિલ્લાના શહેરોમાં સાર્વજનિક સ્થળો પર કલમ-144 હેઠળ પાંચથી વધારે વ્યક્તિઓને એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.

ચંદીગઢપંજાબના તમામ નગર નિગમ પૂરા સપ્ટેમ્બરમાં રવિવારે લોકડાઉનનું નિરિક્ષણ કરી રહ્યા છે. જોકે, આ લોકડાઉન ઓગસ્ટમાં શનિવારે અને રવિવારે હતું.

છત્તીસગઢ
છત્તીસગઢમાં કોરોનાના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે. રાજ્ય સરકારે સ્થિતિને જોતા રાયપુર સહિત કેટલાક પ્રમુખ શહેરોમાં એકવાર ફરી 21 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યાથી 28 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, રાયપુરમાં લોકડાઉન દરમિયાન માત્ર દૂધ, મેડિકલ અને પેટ્રોલ પંપને નક્કી કરેલા સમય માટે ખોલવામાં આવશે.
Published by: kiran mehta
First published: September 20, 2020, 9:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading