અનલૉક -4 : શરૂ થઈ શકે છે મેટ્રો, બંધ રહેશે સ્કૂલ-કૉલેજ, જલ્દી જાહેર થઈ શકે છે ગાઇડલાઇન્સ : સૂત્ર

અનલૉક -4 : શરૂ થઈ શકે છે મેટ્રો, બંધ રહેશે સ્કૂલ-કૉલેજ, જલ્દી જાહેર થઈ શકે છે ગાઇડલાઇન્સ : સૂત્ર
અનલૉક -4 : શરૂ થઈ શકે છે મેટ્રો, બંધ રહેશે સ્કૂલ-કૉલેજ, જલ્દી જાહેર થઈ શકે છે ગાઇડલાઇન્સ : સૂત્ર

આ ચરણમાં પણ સરકાર સિનેમા હોલ વગેરે બંધ જ રાખી શકે છે

  • Share this:
    નવી દિલ્હી : ગૃહ મંત્રાલયના (Home Ministry) સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે અનલૉક-4 (Unlock-4)માં પણ સ્કૂલ અને કોલેજ બંધ રહી શકે છે. અનલૉક-4ની શરૂઆત સપ્ટેમ્બરમાં થઈ શકે છે. અલગ-અલગ પરીક્ષાઓને મળેલી મંજૂરી પછી એવી અટકળો કરવામાં આવી રહી હતી કે અનલૉક-4માં સ્કૂલ-કોલેજ સહિત બધા શિક્ષણ સંસ્થાન વગેરે ખોલવામાં આવી શકે છે. જોકે સૂત્રોના હવાલાથી એવી માહિતી મળી છે કે અનલૉકના આ ચરણમાં પણ સ્કૂલ-કોલેજોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે આ ચરણમાં પણ કન્ટેનમેઇન્ટ ઝોનમાં સખત પ્રતિબંધ યથાવત્ રહેશે. આ ચરણમાં મેટ્રો સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. અનલૉક-4ને લઈને ગૃહ મંત્રાલય જલ્દી વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કરી શકે છે.

    તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટથી શરૂ થયેલા અનલૉકના ત્રીજા ચરણમાં જિમ અને યોગ સંસ્થાન ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય કન્ટેનમેઇન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન લગાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. અનલૉકના ત્રીજા ચરણમાં નાઇટ કર્ફ્યુ પણ હટાવી લીધો હતો.



    આ પણ વાંચો - IPL 2020: બીસીસીઆઈને મોટો ફટકો, અંતિમ સમયે આઈપીએલથી અલગ થઈ વધુ એક કંપની

    ગત ચરણમાં સરકારે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી ન હતી. જાણકારી મળી છે કે આ ચરણમાં પણ સરકાર સિનેમા હોલ વગેરે બંધ જ રાખી શકે છે. આંતરરાષ્ટ્રીય ઉડાનો અને નિયમિત રેલ સેવાઓ પણ હાલ શરૂ થવાની સંભાવના નથી. દેશમાં માર્ચથી શરૂ થયેલા લૉકડાઉન પછી સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર પર પુરી રીતે પ્રતિબંધ લાગેલો છે. આ સિવાય સામાજિક, રાજનૈતિક, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને મોટા સમારોહ પર પ્રતિબંધ લાગેલો છે. (ઇનપુટ- અમિત પાંડેય)
    Published by:Ashish Goyal
    First published:August 24, 2020, 18:25 pm

    ટૉપ ન્યૂઝ