Unlock 4: શું નવા ફેરફાર થયા અને શું પહેલાની જેવું જ રહ્યું?

અનલૉક-4ની ગાઇડલાઇન 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે

અનલૉક-4ની ગાઇડલાઇન 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે

  • Share this:
    નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)એ શનિવારે અનલૉક-4 માટે નવી ગાઇડલાઇન (new guidelines) જાહેર કરી. આ નવી ગાઇડલાઇન 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. તે મુજબ કેન્દ્ર સરકાર એ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ને ધ્યાનમાં રાખી કન્ટેનમેન્ટ ઝોન (Containment Zone)ની બહાર વધુ ગતિવિધિઓને મંજૂરી આપવાનો માર્ગ મોકળો કરી દીધો છે.

    અનલૉક-4ની ગાઇડલાઇનમાં નવું શું છે?

    - તે મુજબ મેટ્રો સેવાઓને 7 સપ્ટેમ્બરથી ચરણબદ્ધ રીતે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
    - નવી ગાઇડલાઇન મુજબ ગૃહ મંત્રાલયે એક અગત્યના નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારો કેન્દ્ર સાથે પરામર્શ કર્યા વગર કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઈ સ્થાનિક લૉકડાઉન લાગુ નહીં કરે.
    - જ્યારે 21 સપ્ટેમ્બરથી 100 વ્યક્તિઓની મહત્તમ મર્યાદા સાથે સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે.
    - મંત્રાલયે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 ટકા સુધી શિક્ષણ, બિન-શિક્ષણ કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ, ટેલી-કાઉન્સિલિંગથી સંબંધિત કાર્ય માટે સ્કૂલોમાં બોલાવી શકાય છે.
    - ગાઇડલાઇન અનુસાર પ્રતિબંધિત વિસ્તારોની બહાર સ્થિત સ્કૂલોમાં ધોરણ-9થી 12 સુધીના સ્ટુડન્સને પોતાના શિક્ષકોથી માર્ગદર્શન લેવા માટે સ્વૈચ્છિક આધાર પર સ્કૂલ જવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
    - નિર્દેશ મુજબ એવા માતા-પિતાની લેખિત સહમતિ સાથ થશે.
    ઓપન એર થિયેટરોને 21 સપ્ટેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

    આ પણ વાંચો, જાણો શું છે NEET અને JEEની પરીક્ષાઓ માટે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ

    શું પહેલા જેવું જ રહેશે?

    - કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર સુધી કડક લૉકડાઉનનું પાલન કરવામાં આવશે.
    - સ્કૂલ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાન 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
    - આ ઉપરાંત ગાઇડલાઇનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યોની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્ય માટે થતા વાહન-વ્યવહાર ઉપર પણ કોઈ પ્રતિબંધ નહીં હોય.
    - સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક અને થિયેટર બંધ રહેશે. તેને છોડી બાકી તમામ ગતિવિધિઓની છૂટ હશે. આંતરરાષ્ટ્રીય યાત્રા પર પ્રતિબંધ ચાલુ રહેશે.

    આ પણ વાંચો, હવાઈ યાત્રા કરનારાઓ માટે મોટા સમાચારઃ નવા નિયમો જાહેર, માસ્ક પહેરવાનો ઇન્કાર કર્યો તો...

    - મહત્તમ ખતરાની સ્થિતિમાં જે લોકો છે, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, અનેક બીમારીઓથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યાં સુધી કે તેમને સ્વાસ્થ્ય કારણોથી કે આવશ્યક સુવિધાઓના પ્રબંધ માટે બહાર જવાનું થાય.
    Published by:Mrunal Bhojak
    First published: