Corona Impact: 62% માતા-પિતા બાળકોને હાલ સ્કૂલ મોકલવા તૈયાર નથી

Corona Impact: 62% માતા-પિતા બાળકોને હાલ સ્કૂલ મોકલવા તૈયાર નથી

સંક્રમણનો ડર એવો છે કે 94 ટકા લોકો બે મહિના પછી પણ થિયેટર જવા તૈયાર નથી. જ્યારે 64 ટકા લોકો બે મહિના પછી પણ મેટ્રો ટ્રેનમાં સફર કરવા ના પાડી રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસના નવા કેસ (Coronavirus in India) આવવાનું સતત યથાવત્ છે. ભારતમાં દરરોજ હજારોની સંખ્યામાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી 23 લાખથી વધારે લોકો કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા છે. રાહતની વાત એ છે કે સાજા થનારની સંખ્યા પણ વધી રહી છે. સરકાર સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા પર વિચાર કરી રહી છે. આવા સમયે સવાલ ઉભો થાય કે કોવિડ-19ના વધી રહેલા કેસ વચ્ચે માતા-પિતા બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર છે?

    લોકલ સર્કલ્સના સર્વે પ્રમાણે 62 ટકા માતા-પિતા પોતાના બાળકોને હાલના સમયે સ્કૂલ મોકલવા તૈયાર નથી. બીજી તરફ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ફક્ત 6 ટકા જ લોકો આગામી બે મહિનામાં મૂવી જોવા માટે થિયેયર જવા તૈયાર છે. બીજા શબ્દોમાં કહીએ તો સંક્રમણનો ડર એવો છે કે 94 ટકા લોકો બે મહિના પછી પણ થિયેટર જવા તૈયાર નથી. જ્યારે 64 ટકા લોકો બે મહિના પછી પણ મેટ્રો ટ્રેનમાં સફર કરવા ના પાડી રહ્યા છે. ફક્ત 36 ટકા લોકો જ મેટ્રો કે લોકલ ટ્રેનમાં સફર કરવાની વાત કરી રહ્યા છે.

    આ પણ વાંચો - કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે સોનિયા ગાંધી, 6 મહિનામાં પસંદ કરાશે નવા પ્રમુખ : સૂત્ર

    સર્વેમાં દેશના 261 જિલ્લામાં 25,000 લોકો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલાઓ હતી. લોકોને પુછવામાં આવ્યું કે શું સપ્ટેમ્બરમાં મેટ્રો કે લોકલ ટ્રેન શરૂ થાય તો તમે 60 દિવસ પછી પ્રવાસ કરશો. જેના પર ફક્ત 36 ટકા લોકોએ જ હા માં જવાબ આપ્યો હતો. 13 ટકા લોકોએ ના કહ્યું હતું. જ્યારે 13 ટકા લોકો હજું આ વિશે કશું નિશ્ચિત રીતે કહી શક્યા ન હતા.
    Published by:Ashish Goyal
    First published: