આવું હશે અનલોક-1 : મોલમાં 24થી ઓછું નહીં હોય AC, મંદિરમાં પ્રસાદ નહીં, 50 ટકા સીટો સાથે શરૂ થશે હોટલો

પ્રતિકાત્મક તસવીર

આ મંજૂરી બાદ પણ રાજ્ય સરકારો પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રાલય તરફથી ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ્સ, ઓફિસ અને હોટલો અંગે સૂચનો એટલે કે એસઓપી રજૂ કરી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના (Coronavirus) પ્રકોપ વચ્ચે 8 જૂનથી લોકડાઉન (Lockdown)ના દિવસે લોકાડઉન ખોલવાના પહેલા ચરણ રીતે અનલોક-1 (Unlock-1) થવા જઈ રહ્યું છે. આ અનલોક વનમાં કેન્દ્ર સરકાર શોપિંગ મોલ્સ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ વગેરે ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે, આ મંજૂરી બાદ પણ રાજ્ય સરકારો પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રાલય (Ministry of Home Affairs) તરફથી ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ્સ, ઓફિસ અને હોટલો અંગે સૂચનો એટલે કે એસઓપી રજૂ કરી છે.

  સરકાર તરફથી રજૂ કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે એવી જગ્યાઓ ઉપર મોટી સંખ્યામાં લોકો આવે છે. આવી સ્થિતિમાં કોવિડ-19નો ફેલાવો રોકવા માટે સોશિયલ ડિસ્ટેસિંગના નિયમ (Social Distancing Norms) અને અન્ય જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે.

  આ પણ વાંચોઃ-આ કહાની નથી સત્ય ઘટના છે! ખેતરમાં અટક્યો ખેડૂતનો હળ, જમીન નીચેથી નીકળ્યો સોના અને રત્નોનો ખજાનો

  સરકારના આદેશ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન (Containment Zones)માં બધા ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ્સ, ઓફિસ અને હોટલ બંધ રહેશે માત્ર કન્ટેનમેન્ટ ઝોનની બહારના પણ મોલ્સને ખોલવાની મંજૂરી આપી છે. ગૃહમંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે 65 વર્ષની ઉંમરથી લોકો, અનેક બીમારીઓથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ અને દસ વર્ષથી નાના બાળકોને જરૂરી સ્વાસ્થ્ય જરૂર સિવાય ઘરમાં રહેવાની સૂચના આપી છે. શોપિંગ મોલ્સને પણ ધ્યાનમાં રાખવાની સૂચનાઓ રજૂ કરી છે. સરકાર તરફથી જણાવાયેલા નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય છે. આનું પાલન આગંતુકો અને કામ કરનાર બધાને કરવું પડશે.

  આ પણ વાંચોઃ-કોરોનાનું મૂળ શોધવા ICMRએ કરી શરૂઆત ઃ સુરતમાંથી 500 સેમ્પલ લેવાયા

  મંદિરો માટેઃ-

  - બૂટ-ચપ્પલોને શક્ય હોય તો ગાડીમાં ઉતારવાના રહેશે, અથવા યોગ્ય દૂરી ઉપર અલગ-અસગ રાખવું હોય
  - ધાર્મિક સ્થળના પરિસરમાં જાતા પહેલા હાથ-પગને સાબુથી સારી રીતે ધોવા પડશે.
  - મંદિરમાં લાઈન લગાવવા માટે પર્યાપ્ત દૂરીના હિસાબથી લગાવેલા નિશાનમાં ઊભા રહેવું પડશે.
  - મૂર્તિ અથવા પવિત્ર પુસ્તકને અડવા અને જેમાં વધારે લોકો એકઠાં આવા ધાર્મિક આયોજન કરવાની મનાઈ છે.
  - હાથથી પ્રસાદ અથવા પવિત્ર જળ આપવાની મનાઈ
  - સામુદાયિક રસોઈ, લંગર, અન્નદાતા વગેરે ખાવાનું બનાવવા અને વહેચવા સમય સામાજિક દૂરીના નિયમોને ધ્યાનમાં રાખવાનું રહેશે.
  - શક્ય હોય તો પ્રવેશ અને બહાર જવા માટે અલગ અલગ દ્વાર રાખવા

  આ પણ વાંચોઃ-સાવધાન! જો તમને સીમ કાર્ડ અપગ્રેડ કરવાનો ફોન કે મેસેજ આવે તો આ ભૂલ ક્યારેય ના કરતા

  મોલ્સ માટે:-

  - એન્ટ્રેસ અને હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રિનિંગ જેવા ઉપાયો રાખવા અનિવાર્ય, માત્ર લક્ષણ વગરના લોકોને જ પ્રવેશની મંજૂરી
  - પાર્કિંગ અને મોલ પરિસરોની બહાર પણ સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન અનિવાર્ય છે
  - હોમ ડિલિવરી માટે જઈ રહેલા વર્કર્સના થર્મલ સ્ક્રીનિંગ મોલ્સ ઓથોરિટી અને સુનિશ્વિત કરવાની રહેશે
  - એલીવેટરમાં એકવારમાં જનારા લોકોની સંખ્યા સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોના હિસાબથી નક્કી કરવાની રહેશે. એક્સેલેટરમાં એક પગથિયું છોડીને બીજા ઉપર વ્યક્તિ ઊભા રહેશે.
  - મોલમાં એર કન્ડિશનિંગ, વેન્ટિલેશન અને સીપીડબ્લ્યૂની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. જેમાં એર કન્ડિશનરનું તાપમાન 24-30 ડિગ્રી સેલ્સિયન્સ વચ્ચે રાખવું જોઈએ. રિલેટિવ હ્યૂમિડિટી 40-70 ટકા બનાવી રાખવી પડશે.
  - મોલ્સમાં ગેમિંગ સેક્શન, બાળકોમાં રમવાની જગ્યાએ અને સિનેમા હોલ બંધ રહેશે. ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં બેશવાની ક્ષમતા 50 ટકા રહેશે.

  રેસ્ટોરન્ટ અને હોટલ:-

  - રેસ્ટોરન્ટમાં બેશીને ખાવાના બદલે ટેકઅવેને પ્રોત્સાહિત કરવાનું રહેશે.
  - સીટોની વ્યવસ્થા 50 ટકાથી વધારે નહીં હોય. મેન્યૂ પણ એક કરતા વધારે વખત ઉપયોગમાં ન આવે. આથે આને ડિસ્પોઝેબસ રાખવું જોઈએ.
  - બુફેની વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટેસિંગનો સંપૂર્ણ પણે પાલન કરાવનું રહેશે
  - એક કસ્ટમર ગયા પછી સીટોને અનિવાર્ય રૂપથી સેનિટાઈઝર કરવાનું રહેશે.
  - મહેમાનો માટે દરવાજા ઉપર હેન્ડ સેનિટાઈઝર રાખવું અનિવાર્ય છે
  - રૂમમાં સમાન મોકલતા પહેલા કીટાણુરહિત કરવાનું રહેશે
  Published by:ankit patel
  First published: