Unlock 1.0: જાણો સ્કૂલ-કૉલેજ, કોચિંગ સંસ્થાઓને લઈ શું કહે છે નવી ગાઇડલાઇન

Unlock 1.0: જાણો સ્કૂલ-કૉલેજ, કોચિંગ સંસ્થાઓને લઈ શું કહે છે નવી ગાઇડલાઇન
સ્કૂલ, કૉલેજ, એજ્યુકેશન સેન્ટર અને કોચિંગ ઇનસ્ટિટ્યૂટને ખોલવાનો નિર્ણય જુલાઈમાં લેવાઈ શકે છે

સ્કૂલ, કૉલેજ, એજ્યુકેશન સેન્ટર અને કોચિંગ ઇનસ્ટિટ્યૂટને ખોલવાનો નિર્ણય જુલાઈમાં લેવાઈ શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય (Home Ministry)એ લૉકડાઉન 5.0 (Lockdown 5.0) માટે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. લૉકડાઉન 5.0ને ગૃહ મંત્રાલય દ્વારા અનલૉક 1.0 (Unlock 1.0)નું નામ આપવામાં આવ્યું છે. નવી ગાઇડલાઇન્સ મુજબ દેશભરના કન્ટેનમેન્ટ ઝોનોમાં લૉકડાઉન 30 જૂન સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ગાઇડલાઇન્સ મુજબ, લૉકડાઉન ત્રણ ફેઝમાં ખુલશે.

    ક્યારે ખુલી શકે છે સ્કૂલ અને કોલેજ



    સરકારે પહેલા ફેઝમાં 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, સલૂન, રેસ્ટોરાં ખોલવાની મંજૂરી આપી દીધી છે. ફેઝ 2માં કોચિંગ સેન્ટર, કૉલેજ ખુલી શકશે. તેના માટે ગૃહ મંત્રાલયે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આવો જાણીએ તેના વિશે...
    કોઈ પણ શિક્ષણ સંસ્થાનને ખોલવા માટે રાજ્ય સરકારને સંસ્થાન સાથે જોડાયેલા લોકો અને ત્યાં ભણનારા બાળકોના માતા-પિતા સાથે વાતચીત કરવી પડશે.

    - માતા-પિતા અને સ્કૂલ, કૉલેજ, એજ્યુકેશન સેન્ટર અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે વાતચીત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એક ડેટા તૈયાર કરવામાં આવશે.
    - તે તૈયાર થયા બાદ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને આ સંસ્થાનોને ખોલવા પર વિચાર કરવામાં આવશે.
    - એવું માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલ, કૉલેજ, એજ્યુકેશન સેન્ટર અને કોચિંગ ઇનસ્ટિટ્યૂટને ખોલવાનો નિર્ણય જુલાઈમાં લેવાઈ શકે છે.

    આ પણ વાંચો, મેરઠ મેડિકલ કોલેજમાં વાંદરાઓએ Lab Technician પાસેથી છીનવ્યા કોરોના ટેસ્ટ સેમ્પલ, વીડિયો વાયરલ

    આરોગ્ય મંત્રાલય જાહેર કરશે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર

    - શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી મળ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરશે.
    - તેમાં ચહેરા પર માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગમાં બેસવું, એક-બીજા સાથે હાથ ન મેળવવા જેવી ચીજો સામેલ હોઈ શકે છે.
    - એવું માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલોને એક બેન્ચ છોડીને બાળકોને બેસાડવાની મંજૂરી આપવામાં આવશે.
    - માનવામાં એવું પણ આવી રહ્યું છે કે અનલૉક 1.0ના ફેઝ 2માં સ્કૂલોમાં તે જ ક્લાસના બાળકોને બોલાવવાની મંજૂરી મળશે જે સમજદાર છે.
    - ધોરણ 1થી 5 સુધીના ક્લાસ શરૂ કરવા માટે હજુ કોઈ વિકલ્પ તૈયાર નથી, સરકાર આ ધોરણના બાળકો માટે હાલત સામાન્ય થવાની રાહ જોઈ શકે છે.
    ધોરણ 9થી 12ના ક્લાસ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને શરૂ કરવામાં આવી શકે છે.
    - ખાનગી સ્કૂલોમાં બાળકોની સંખ્યા વધુ છે, ત્યાં સવાર-સાંજની શિફ્ટમાં ક્લાસ ચાલુ કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો, કોરોનાથી પણ મોટી બીમારી, જે દુનિયાના કરોડો લોકોને લેશે ભીંસમાં
    Published by:News18 Gujarati
    First published:May 31, 2020, 07:34 am

    ટૉપ ન્યૂઝ