UAPA સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, સંગઠનની સાથે હવે વ્યક્તિ પણ જાહેર થઈ શકે છે આતંકી
News18 Gujarati Updated: August 2, 2019, 2:01 PM IST

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, બિલથી માનવાધિકારનું હનન નહીં થાય

- News18 Gujarati
- Last Updated: August 2, 2019, 2:01 PM IST
રાજ્યસભામાં UAPA બિલ મતદાન બાદ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 147 અને વિરોધમાં 42 વોટ પડ્યા. બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ પહેલા જ ફગાવી દેવાયો હતો. લોકસભાથી આ બિલને મંજૂરી આપવામાં આવી ચૂકી છે હવે કાયદામાં સંશોધન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ બિલમાં સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.
આ બિલ અંતર્ગત NIAને વધુ અધિકાર આપીને સંગઠનની સાથોસાથ કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાનો અધિકારી આપવામાં આવ્યો છે. UAPA બિલ મુજબ જે વ્યક્તિને આતંકી જાહેર કરવામાં આવશે, તેની સંપત્તિ જપ્ત કરવા અને પ્રવાસ કરવા પર મનાઈ જેવી કાર્યવાહી કરી શકાશે.
બિલ પાસ થયા પહેલા રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ તરફથી UAPA બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ પાડી દેવામાં આવ્યો. પ્રસ્તાવના પક્ષમાં 85 અને વિરોધમાં 104 વોટ પડ્યા.Unlawful Activities (Prevention) Act(UAPA) amendment, 2019 passed in Rajya Sabha pic.twitter.com/jfttTZvdmE
આ પણ વાંચો, પત્રકાર રવીશ કુમારને મળ્યો 2019નો રેમન મેગ્સેસે એવોર્ડ
અગાઉ, ગૃહ મંત્રી અમિત શાહે ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ 2019 પર રાજ્યસભામાં શુક્રવારે જવાબ આપ્યો. શાહે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદથી લડવાનો છે. તેઓએ કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે વિપક્ષની એ દલીલને ફગાવી દીધી કે કાયદાનો ખોટો ઉપયોગ થશે.
શાહે ગૃહમાં કહ્યું કે, 31 જુલાઈ 2019 સુધી NIAએ કુલ 278 મામલા કાયદા અંતર્ગત રજિસ્ટર કર્યા. 204 મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા અને 54 મામલામાં અત્યા સુધી ચુકાદા આવ્યા છે. 54માંથી 48 મામલામાં સજા થઈ છે. સજાનો દર 91% છે. દુનિયાભરની તમામ એજન્સીઓમાં NIAની સજાનો દર સૌથી વધુ છે.
આ પણ વાંચો, વિધાનસભા ચૂંટણીની હલચલ વચ્ચે J&Kમાં વધુ 25 હજાર જવાન મોકલાશે
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર આ કાયદાનો ખોટો ઉપયોગ કરશે, જેની પર શાહે કહ્યું કે, કોંગ્રેસ ઇમરજન્સી યાદ કરી લે. કાયદાનો દુરુપયોગનો ઈતિહાસ કોંગ્રેસનો છે. એક ધર્મને આતંકવાદથી જોડવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે જેહાદી પ્રકારના કેસોમાં 109 મામલા, ડાબેરલી ઉગ્રવાદના 27, નોર્થ ઈસ્ટમાં અલગ-અલગ હત્યારા ગ્રુપ વિરુદ્ધ 47, ખાલિસ્તાનવાદી ગ્રુપો પર 14 મામલા રજિસ્ટર્ડ કરવામાં આવ્યા.
બિલથી માનવાધિકારનું હનન નહીં થાય- ગૃહ મંત્રી
ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે અમે કોઈ આતંકી ગતિવિધિઓમાં સામેલ સંસ્થા પર પ્રતિબંધ લગાવીએ છીએ તો તેનાથી જોડાયેલા લોકો બીજી સંસ્થા ખોલી દે છે અને પોતાની વિચારધાર ફેલાવતા રહે છે. જ્યાં સુધી આવા લોકોને આતંકવાદી જાહેર નથી કરતા ત્યાં સુધી તેમના કામ પર અને તેમના ઈરાદા પર રોક નહીં લગાવી શકાય.
આ પણ વાંચો, ઉન્નાવ પીડિતાની હાલત ગંભીર; હાલ દિલ્હી ખસેડવામાં નહીં આવે : સુપ્રીમ કોર્ટ
અમિત શાહે કહ્યું કે, વિદેશી મુદ્દાનો દુરુપયોગ અને હવાલા માટે 45 મામલા નોંધવામાં આવ્યા છે અને અન્ય 36 મામલો નોંધાયા છે. તમામ મામલાઓમાં કોર્ટની અંદર ચાર્જશીટની પ્રક્રિયા કાયદા હેઠળ થઈ છે. શાહે કહ્યું કે, આતંકવાદી વિરુદ્ધ જે મામલા NIA નોંધે છે, તે જટિલ પ્રકારના હોય છે. તેમાં સાક્ષ્ય મળવાની શક્યતા ઓછી હોય છે, તે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય મામલા હોય છે.
ગૃહમાં શાહે કહ્યું કે, આ બિલથી માનવાધિકારનું હનન નહીં થાય. શાહે પૂછ્યું કે, આ બિલથી વિપક્ષ કેમ ડરી રહી છે.
આ પણ વાંચો, ટ્રમ્પના નિવેદન પર વિદેશ મંત્રીનો જવાબ : કાશ્મીર પર વાત માત્ર પાક. સાથે થશે

— ANI (@ANI) August 2, 2019
આ પણ વાંચો, પત્રકાર રવીશ કુમારને મળ્યો 2019નો રેમન મેગ્સેસે એવોર્ડ
Loading...