Home /News /national-international /JNUના ઉમર ખાલિદ પર ફાયરિંગ; મેવાણીએ કહ્યું- ભાજપ અને RSSએ કરાવ્યો હુમલો

JNUના ઉમર ખાલિદ પર ફાયરિંગ; મેવાણીએ કહ્યું- ભાજપ અને RSSએ કરાવ્યો હુમલો

ઉમર ખાલિદ પર હુમલાની ઘટનાને જિગ્નેશ મેવાણીએ વખોડી હતી

ઉમર ખાલિદ 'ખૌફ સે આઝાદી' નામના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે કોન્સ્ટીટ્યૂશન ક્લબ ગયા આવ્યા હતા

    જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી ઉમર ખાલિદ પર દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇના રિપોર્ટ પ્રમાણે ખાલિદ પર કોઇ અજાણ્યા શખ્સે ગોળી ચલાવી હતી. જો કે ઉમર ખાલિદને ગોળી લાગી ન હતી. ઘટના બાદ પોલીસે ખાલિદને સુરક્ષા આપી હતી.

    ઉમર ખાલિદ 'ખૌફ સે આઝાદી' નામના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે કોન્સ્ટીટ્યૂશન ક્લબ ગયા આવ્યા હતા, જેએનયુ વિદ્યાર્થી અને કેટલાક વરિષ્ઠ અધિવક્તાઓ અને સામાજિક કાર્યકર્તાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાના હતો. જો કે કાર્યક્રમ પહેલા જ ઉમર પર હુમલો થયો હતો. હુમલાખોલો પીસ્તોલ છોડી ભાગી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

    Umar Khalid, JNU
    જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી ઉમર ખાલીદ પર દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબની બહાર હુમલો કરવામાં આવ્યો


    દિલ્હી પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીએ આ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે ઉમર ખાલિદ પોતાના મિત્રો સાથે સ્ટોલ પર ચા પી રહ્યો હતો, ત્યારે એક શખ્સે ખાલિદની પીઠ પાછળથી હુમલો કર્યો હતો. જેના કારણે તે નીચે પડી ગયો હતો. આ મામલે અમે તપાસ કરી રહ્યાં છીએ. તેઓએ જણાવ્યું કે પોલીસને આ કાર્યક્રમની સૂચના આપવામાં આવી ન હતી.





    જિગ્નેશ મેવાણીએ ઘટનાને વખોડી

    ઉમર ખાલિદ પર હુમલાને લઇને ગુજરાત દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ઘટનાને વખોડી હતી. મેવાણીએ જણાવ્યું કે હું દાવા સાથે કહી શકું કે આ હુમલાખોરો બીજું કોઇ નહીં પરંતુ ભાજપ અને આરએસએસના જ માણસો હશે, આ એ લોકોનું કાવતરું છે જેઓએ ગૌરી લંકેશની હત્યા કરી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: ઉમર ખાલિદ, જેએનયૂ, દિલ્હી, નેતા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन