સંસદ પરિસરમાં 3 કારતુસ લઈને ઘૂસ્યો યુવક, પોલીસે પકડ્યો

News18 Gujarati
Updated: March 5, 2020, 8:26 PM IST
સંસદ પરિસરમાં 3 કારતુસ લઈને ઘૂસ્યો યુવક, પોલીસે પકડ્યો
સંસદ પરિસરમાં ગોળીઓ લઈને ઘૂસ્યો યુવક, પોલીસે પકડ્યો

પોલીસને યુવકના ખિસ્સામાંથી ત્રણ જીવતા કારતુસ મળ્યા

  • Share this:
નવી દિલ્હી : સંસદ પરિસમાં ગુરુવારે એક યુવક ગોળીઓ સાથે અંદર દાખલ થયો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. દિલ્હી પોલીસે આ વાતની જાણકારી આપી છે. યુવકની ઓળખ અખ્તર ખાન તરીકે થઈ છે.

જાણકારી પ્રમાણે અખ્તર સંસદના ગેટ નં 8થી સંસદમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી લીધો હતો. પોલીસને તેના ખિસ્સામાંથી ત્રણ જીવતા કારતુસ મળ્યા છે. સુરક્ષાકર્મીઓએ તેને પોલીસને હવાલે કરી દીધો છે.

આ પણ વાંચો - Corona Alert : દિલ્હીની બધી પ્રાથમિક સ્કૂલ 31 માર્ચ સુધી બંધ રહેશે

પોલીસે જણાવ્યું હતું કે અખ્તર સંસદમાં ઘુસી રહ્યો હતો તે સમયે સુરક્ષાકર્મીઓની તપાસમાં તેના પર્સમાંથી કારતુસ જોવા મળ્યા હતા. આ કારણે તેને સંસદમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. અખ્તરના મતે સંસદમાં જતા પહેલા તેને બહાર કાઢવા ભૂલી ગયો હતો. આ પછી તેને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ યુવકની પુછપરછ કરી રહી છે.
First published: March 5, 2020, 8:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading