રાહત ઈંદોરીના જીવન વિશેની અજાણી વાતો, એક સમયે સાઇન બોર્ડ પેઇન્ટ તરીકે પણ કામ કર્યુ હતું

News18 Gujarati
Updated: August 11, 2020, 6:56 PM IST
રાહત ઈંદોરીના જીવન વિશેની અજાણી વાતો, એક સમયે સાઇન બોર્ડ પેઇન્ટ તરીકે પણ કામ કર્યુ હતું
રાહત ઈંદોરીની ફાઇલ તસવીર

પ્રસિદ્ધ શાયર રાહત ઇન્દોરીનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ હતા

  • Share this:
દેશના જાણીતા શાયર અને ગીતકાર ડૉ. રાહત ઇન્દોરી (Dr. Rahat Indori)નું હાર્ટ અટેકથી નિધન થયું છે. તેઓ 70 વર્ષના હતા. તેઓ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત પણ થયા હતા. મંગળવારે ઇન્દોરમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થયા બાદ હૉસ્પિટલમાં સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને પોતે સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી હતી.

દરમિયાન ઠાઠ અને વટથી જીવનારા રાહત સાબના જીવન વિશે એવી કેટલીય વાતો છે, જે ખૂબ જૂજ લોકો જાણતા હતા. રાહત સાબ તરીકે જાણીતા રાહત ઈંદોરી એક સમયે જીવન નિર્વાહ કરવા માટે પેઇન્ટર બની ગયા હતા. આવી જ કેટલીક અજાણી વાતો અહીંયા રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે.

રાહત ઈંદોરીનો જન્મ વર્ષ 1950માં કાપડની મિલની કર્મચારી રફ્તુલ્લાહ કુરેશી અને મકબૂલ ઉન નિશા બેગમના ઘરે થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઈંદોરમાં જ થયું અને તેમણે વર્ષ 1973માં ઇસ્લામિયા કરીમિયા સ્નાતક કૉલેજમાંથી સ્નાતકનું શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1975માં તેમણે ભોપાલના બરકત ઉલ્લાહ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. ઉર્દૂનો અભ્યાસ કર્યો હતો.

રાહતસાબ અહીંયાથી અટકી ન ગયા તેમણે વર્ષ 1985માં મધ્ય પ્રદેશના ભોજમુક્ત વિશ્વવિદ્યાલયમાંથી ઉર્દૂ સાહિત્યમાં પી.એચ.ડીની પદવી મેળવી હતી.

આ પણ વાંચો : પુતિનની જાહેરાત - રશિયાની કોવિડ-19 વેક્સીનને મળી મંજૂરી, મારી પુત્રીને આપ્યો પ્રથમ ડોઝ

તેમણે કરિયરની શરૂઆત ઈંદોરના ઇંદ્રકુમાર કૉલેજમાંથી ઉર્દૂના શિક્ષક તરીકે કરી હતી. તેઓ ખૂબ જલ્દી વિદ્યાર્થીઓની વચ્ચે લોકપ્રિય થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે મુશાયરાઓની શરૂઆત કરી હતી. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે શરૂઆતના દિવસોમાં તેમણે ખૂબ સમસ્યાઓનો સામનો કર્યો હતો.પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે 10 વર્ષથી ઓછી ઉંમરે સાઇન બોર્ડ પેઇન્ટ તરીકે કામ કર્યુ હતું. તેમને ચિત્રકળામાં પણ રસ હતો અને તેમાં પણ નામના મેળવી હતી.

એક સમય એવો પણ હતો કે રાહત ઈંદોરીએ તૈયાર કરેલા બોર્ડ લેવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. ઈંદોરની અનેક દુકાનોના સાઇન બોર્ડ જે રાહત ઈંદોરીએ તૈયાર કર્યા હતા તે આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચો :  સુરત : પાલિકાના ડમ્પરે સ્કૂટર ચાલકને અડફેટે લીધો, મોતનો વિચલિત કરતો CCTV Video સામે આવ્યો

રાહતસાબ ફક્ત સાહિત્યના કવિતા-ગઝલના માણસ નહોતા. એમણે સ્કૂલ અને કૉલેજના સ્તર પર ફૂટબૉલ અને હૉકીમાં પણ દાવ અજમાવ્યો હતો અને આ બંને ટીમોનાં તેઓ કેપ્ટન પણ રહી ચુક્યા હતા.
Published by: Jay Mishra
First published: August 11, 2020, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading