Home /News /national-international /Threaten Call to Ambani Family: અંબાણી પરિવારને ફરી એકવાર જાનથી મારી નાખવાનો ફોન આવ્યો, આ પહેલાં અનેકવાર ધમકી મળી છે

Threaten Call to Ambani Family: અંબાણી પરિવારને ફરી એકવાર જાનથી મારી નાખવાનો ફોન આવ્યો, આ પહેલાં અનેકવાર ધમકી મળી છે

અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. (ફાઇલ તસવીર)

Threaten Call to Ambani Family: અંબાણી પરિવારને વધુ એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, 15મી ઓગસ્ટે પણ એક ધમકીભર્યો ફોન આવ્યો હતો. તો ગયા વર્ષે 24મી ફેબ્રુઆરીએ એન્ટિલિયા બહારથી વિસ્ફોટક ભરેલી એક કાર મળી આવી હતી.

વધુ જુઓ ...
    મુંબઈઃ મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં 12.57 કલાકે એક અજાણ્યા નંબર પર ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. આ ફોન કોલમાં અંબાણી પરિવારના મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અન અનંત અંબાણી સહિતના લોકોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રિલાયન્સ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રિલાયન્સની હોસ્પિટલ ઉપરાંત અંબાણી પરિવારને ફોન પર ધમકી આપવામાં આવી છે. બપોરના સમયે આ ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. મુંબઈ પોલીસ હાલમાં આ નંબરની કોનો છે તે અંગે તપાસ કરી રહી છે.

    સૂત્રોનું માનીએ તો આ ફોન નંબર મહારાષ્ટ્ર બહારનો છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે, ફોન કોલનું લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યું છે. જુલાઈમાં સુપ્રીમ કોર્ટે અંબાણી ફરિવારને સુરક્ષા આપવા માટે મંજૂરી આપી હતી.

    આ પણ વાંચોઃ મુકેશ અંબાણી પરિવારને મળી ધમકી, તપાસમાં લાગી પોલીસ

    15મી ઓગસ્ટે ધમકી મળી હતી


    અંબાણી પરિવારને રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો હતો. ત્યારે ફોન કરનારે મુકેશ અંબાણી સહિત તેમના પરિવારને ધમકી આપી હતી. ત્યારબાદ હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનાર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી રહ્યો હતો. હોસ્પિટલ પ્રશાસને આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક રિપોર્ટ નોંધાવ્યો છે. અમારા સહયોગી સીએનએન ન્યૂઝ18ના અહેવાલ મુજબ, હોસ્પિટલમાં કુલ આઠ કોલ કરવામાં આવ્યા હતા. ડીબી માર્ગ સ્ટેશનની પોલીસે આ કોલ્સની ચકાસણી શરૂ કરી દીધી છે.


    24 ફેબ્રુઆરીએ ઘર બહારથી એક કાર મળી હતી


    એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે, એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી. આ સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા. ત્યારબાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Ambani Family, Mukesh aambani, Threatening

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन