ગોરખપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ચૌરી ચૌરા શતાબ્દી સમારોહ (Chauri Chaura Centenary Celebrations)માં સંબોધન કરતાં કહ્યું કે, ચૌરી ચૌરામાં જે થયું હતું તે એક પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દેવાની ઘટના નહોતો, તેનો સંદેશ ખૂબ વિશાળ અને વ્યાપક હતો. પીએમ મોદીએ કહ્યું કે, આ પહેલા આ ઘટનાને એક સામાન્ય આગચંપીના સંદર્ભમાં જોવામાં આવી પરંતુ આગચંપી કેમ થઈ તે પણ મહત્ત્વપૂર્ણ છે. આગ પોલીસ સ્ટેશનમાં નહોતી લાગી, પરંતુ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં લાગી હતી.
આ પ્રસંગે ખેડૂતોને યાદ કરીને વડાપ્રધાને કહ્યું કે, દેશના વિકાસમાં આપણા ખેડૂતોની પણ અગત્યની ભૂમિકા છે. ખેડૂત આત્મનિર્ભર બને, તેના માટે છેલ્લા 6 વર્ષમાં અનેક પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં આપણો દેશ મજબૂતીથી આગળ વધ્યો અને ખેડૂતોએ રેકોર્ડ ઉપજ કરી. આત્મનિર્ભર અન્નદાતાએ ભારતીય લોકતંત્રનો પ્રાણ છે.
We have taken several steps in the interest of farmers. To make mandis profitable for farmers, 1,000 more mandis will be linked to e-NAM: Prime Minister Narendra Modi https://t.co/kDkapLGKuU
PM મોદીએ વધુમાં કહ્યું કે, માર્કેટ યાર્ડ ખેડૂતોના ફાયદાનું બજાર બને તેના માટે વધુ એક હજાર માર્કેટ યાર્ડને e-namથી જોડવામાં આવશે. આ તમામ નિર્ણય આપણા ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે. કૃષિને વધુ મજબૂત કરશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આપણા દેશમાં બજેટનો અર્થ થતો હતો, માત્ર નામ પર ઘોષણા કરી દેવામાં આવે. બજેટને વોટ બેન્કનો મેનિફેસ્ટો બનાવી દીધો હતો. અગાઉની સરકારોએ બજેટને ઘોષણા પત્ર બનાવી દીધું હતું જે પૂરું નહોતું થતું. પરંતુ હવે દેશે વિચાર અને અપ્રોચ બદલી દીધો છે. આજે કોરોનાથી લડવામાં સમગ્ર દુનિયામાં દેશના વખાણ થઈ રહ્યા છે અને સમગ્ર દુનિયા આપણા કોરોના વેક્સીનેશન અભિયાનથી શીખી રહી છે. આ પણ વાંચો, અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી રાજ્યસભાની બેઠકોની ચૂંટણી 1 માર્ચે યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ પ્રસંગે એક વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી. આ સમારોહ આખું વર્ષ ચાલશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતા. સરકારે ચૌરી ચૌરા કાંડના શહીદોના સ્મારક સ્થળ અને સંગ્રહાલયનો પુનરોદ્ધાર કર્યો છે. અહીં વિશાળ સંખ્યામાં પર્યટક આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર