ચીનમાં રહસ્યમય બીમારીનો ભોગ બન્યો અમેરિકન નાગરિક

News18 Gujarati
Updated: July 6, 2018, 9:28 AM IST
ચીનમાં રહસ્યમય બીમારીનો ભોગ બન્યો અમેરિકન નાગરિક

  • Share this:
થોડા દિવસ પહેલા જ ચીન ગયેલ અમેરિકન નાગરિક રહસ્યમય બિમારીથી પીડિત થયો હોવાની સૂચના મળી છે. તેનામાં એવા જ લક્ષણો જોવા મળ્યા છે, જેવા થોડા સમય પહેલા હવાના અને ગુઆંગજો ગયેલા અમેરિકન ડિપ્લોમેટ્સમાં જોવા મળ્યા હતા. ગુરૂવારે અમેરિકન વિદેશ મંત્રાલયે પીડિતનું નામ જણાવીને આ જાણકારી આપી છે.

મંત્રાલયે જણાવ્યું કે, આ પહેલો અમેરિકન નાગરિક છે, જેને ચિન જવાથી આ જ લક્ષણોનો સામનો કરવો પડ્યો છે, જે અમેરિકન ડિપ્લોમેટ્સમાં મળી આવ્યા હતા. આ સાથે ક્યૂબા જનારા 19 અન્ય નાગરિકોએ પણ પોતાની સાથે આવા જ લક્ષણો મળી આવ્યા હોવાની જાણકારી આપી છે. તેમાંથી કેટલાકે રહસ્યમય બિમારી વિશે જણાવ્યું છે, જેનું કોઈ કારણ ખબર નથી પડી રહ્યું.

તમને જણાવી દઈએ કે, ગત મહિને અમેરિકાએ ચીનમાં પોતાના નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી એલર્ટ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને કોઈ અસામાન્ય અવાજ અથવા કોઈ દ્રશ્યથી સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું હતું.

આ પહેલા 7 જૂને સમાચાર આવ્યા હતા કે, અમેરિકાના કેટલાક ડિપ્લોમેટ્સ ચીનમાં રહસ્યમય બિમારીના શિકાર થયા છે. એવામાં અમેરિકાએ પોતાના ડિપ્લોમેટ્સની સારવાર માટે તેમને પાછા બોલાવ્યા હતા.

2 માર્ચે જાહેર કરવામાં આવેલ ટ્રાવેલ એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે અમેરિકન નાગરિકોને ક્યૂબાની યાત્રા પર ફરી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, હવાનામાં અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને વિશિષ્ટ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા છે.

ક્યૂબામાં અમેરિકન અધિકારીઓની બિમારીના સમાચાર ગત વર્ષે ઓગષ્ટમાં સામે આવ્યા હતા. ગુઆંગજોમાં અમેરિકન વાણીજ્ય દૂતાવાસમાં કામ કરી રહેલ અમેરિકન લોકોની બિમારીનો રિપોર્ટ મે મહિનામાં સામે આવ્યો.શું થયું હતું હવાનામાં?
વર્ષ 2016માં ક્યૂબાના હવાના સ્થિત અમેરિકન દૂતાવાસ પર ડિપ્લોમેટ્સ પર રહસ્યમય બિમારીનો હુમલો કરવામાં આવ્યો હતો. અહીં કોઈ રેડિયોધર્મી અથવા સોનાર તરંગોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાથી અમેરિકન દૂતાવાસના કર્મચારીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું હતું. અમેરિકન વિદેશ મંત્રાલયના 20થી વધારે કર્મચારીઓ આ હુમલાના શિકાર બન્યા હતા.
First published: July 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading