અમેરિકાએ ચીનની કંપની Huaweiના કર્મચારીઓ ઉપર લગાવ્યો વીઝા પ્રતિબંધ

News18 Gujarati
Updated: July 15, 2020, 11:21 PM IST
અમેરિકાએ ચીનની કંપની Huaweiના કર્મચારીઓ ઉપર લગાવ્યો વીઝા પ્રતિબંધ
અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- અમેરિકા લાંબા સમયથી દુનિયાના સૌથી ઉત્પીડિત લોકો માટે આશાનું કિરણ છે અને તે લોકો માટે એક અવાજ છે જેમને ચુપ કરાવી દેવામાં આવ્યા છે

અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- અમેરિકા લાંબા સમયથી દુનિયાના સૌથી ઉત્પીડિત લોકો માટે આશાનું કિરણ છે અને તે લોકો માટે એક અવાજ છે જેમને ચુપ કરાવી દેવામાં આવ્યા છે

  • Share this:
વોશિંગ્ટન : અમેરિકાએ (America)ચીનની કંપની હુવેઈ (Huawei)ના કેટલાક કર્મચારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ (Michael Pompeo)કહ્યું કે વિદેશ વિભાગ માનવાધિકાર હનન માટે જવાબદાર વ્યક્તિઓ પર વીઝા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. જેમાં ચીની ટેકનોલોજી કંપનીઓના (Chinese Technology Companies) કર્મચારી દમનકારી શાસનની નિગરાની ઉપકરણ પ્રદાન કરવામાં સામેલ છે.

પોમ્પિયોએ કહ્યું કે અમેરિકા લાંબા સમયથી દુનિયાના સૌથી ઉત્પીડિત લોકો માટે આશાનું કિરણ છે અને તે લોકો માટે એક અવાજ છે જેમને ચુપ કરાવી દેવામાં આવ્યા છે. અમે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (Chinese Communist Party)ના માનવાધિકારોના હનન વિશે વિશેષ રૂપથી મુખર રહ્યા છીએ.

આ પણ વાંચો - Jioનું સ્વદેશી 5G સોલ્યૂશન ચીનની આ કંપની માટે બનશે મોટો ફટકો! કંપની એક્સપોર્ટ પણ કરશે

પોમ્પિયોએ કહ્યું કે વિદેશ વિભાગ ચીની ટેકલોનોજી કંપનીઓના કેટલાક કર્મચારીઓ પર વીઝા પ્રતિબંધ લગાવી રહ્યું છે. જે વૈશ્વિક સ્તર પર માનવાધિકારના હનનમાં સંલગ્ન શાસકોને સામગ્રી આપે છે.

તેમણે કહ્યું કે આજની કાર્યવાહીથી પ્રભાવિત કંપનીઓમાં હુવેઈ પણ સામેલ છે. જે સીપીસીના નિગરાની રાજ્યની એક શાખા છે, જે રાજનીતિક વિરોધીઓને સેન્સર કરે છે. આ સાથે તે શિનજિયાંગમાં મોટો પ્રમાણમાં ઇંટર્નશિપ કેમ્પોને સક્ષમ બનાવે છે અને આખા ચીનમાં તેની વસ્તીના ગિરમિટિયા સર્વેન્ટને સામેલ કરે છે.
Published by: Ashish Goyal
First published: July 15, 2020, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading