ભારત-ચીન હિંસક ઘર્ષણ પર અમેરિકાની નજર, કહ્યું- ‘શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન’

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં ભારત અને ચીન (India China Standoff)ની સેનાઓની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ પર આંતરરાષ્ટ્રીય સમુદાયો સતત નજર રાખી રહ્યા છે. અમેરિકા (USA)એ ‘શાંતિપૂર્ણ સમાધાન’ની આશા વ્યક્ત કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, લદાખમાં થયેલા હિંસક ઘર્ષણમાં ભારત (India)ના 20 જવાન શહીદ થયા હતા જ્યારે ચીન (China)ના પણ 43 સૈનિકો પણ હતાહત થયા છે.

  ‘શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન’

  તાજેતરની સ્થિતિ પર અમેરિકાએ કહ્યું છે કે ભારત અને ચીન બંનેની પાછળ હટવાની ઈચ્છા જાહેર કરી હતી અને અમે હાલનની સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરે છે. 2 જૂને ટેલિફોન પર વાતચીત દરમિયાન રાષ્ર્યપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચા કરી હતી. ગૃહ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, અમે LAC પર ભારત અને ચીનની સેનાઓની સ્થિતિને મોનિટર કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે ભારતીય સેનાએ પોતાના 20 જવાન શહીદ થવાની વાત કહી છે, અમે તેમના પરિવારોને સાંત્વના આપીએ છીએ.


  આ પણ વાંચો, ગ્લોબલ ટાઇમ્સે એડિટોરિયલમાં લખ્યું, ભારતની બે ગેરસમજના કારણે સરહદ પર આવી સ્થિતિ ઊભી થઈ

  ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી

  આ પહેલા જ્યારે ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ વધતો હતો ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું હતું કે અમેરિકા મધ્યસ્થતા માટે પણ ઈચ્છુક છે, તૈયાર પણ અને યોગ્ય પણ.

  જોકે, ભારત અને ચીને પરસ્પર વાતચીત કરી આ સહમતિ કાયમ કરી હતી કે લદાખમાં LAC પાસેથી પોતપોતાની સેનાઓ પાછળ હટાવવામાં આવશે.

  આ પણ વાંચો, લદાખ : પોઇન્ટ 14થી ચીની સૈનિકોએ ટેન્ટ હટાવવાની ના પાડતા ગલવાન ઘાટીમાં શરૂ થઈ હિંસક ઝડપ
  Published by:Mrunal Bhojak
  First published: