Home /News /national-international /ભારતની મદદના નામે પાકિસ્તાની સંસ્થાઓએ ઉઘરાવ્યા કરોડો રૂપિયા, આ જ પૈસાથી ટેરર ફન્ડિંગની આશંકા: રિપોર્ટ

ભારતની મદદના નામે પાકિસ્તાની સંસ્થાઓએ ઉઘરાવ્યા કરોડો રૂપિયા, આ જ પૈસાથી ટેરર ફન્ડિંગની આશંકા: રિપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

આ સંગઠનોએ હેલ્પ ઇન્ડિયા બ્રીથ (help india breathe) નામનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર અને રસી સહિતની અન્ય તબીબી સુવિધાઓમાં મદદ કરશે.

    નવી દિલ્હી: એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોના મહામારી (Corona pandemic) દરમિયાન પાકિસ્તાની સંગઠનો (Pakistan NGOs)એ ભારતને મદદ કરવાના નામે કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા અને હવે આ નાણાં આતંક (Terrorism) ફેલાવવા માટે વાપરી શકાય છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની બિન-સરકારી ચેરિટી સંસ્થાઓએ કોરોના સંકટ સમયે ભારતને મદદ કરવાના નામે કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. આ સંગઠનોએ હેલ્પ ઇન્ડિયા બ્રીથ (help india breathe) નામનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર અને રસી સહિતની અન્ય તબીબી સુવિધાઓમાં મદદ કરશે. આ માટે તેમણે આર્થિક સહાયની અપીલ કરી હતી. ભારત જેવા દેશની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને લોકોએ આ માટે ઘણા પૈસા આપ્યા હતા.

    હવે ઈન્ફો લેબના આ રિપોર્ટમાં તેને સૌથી મોટું કૌભાંડ ગણાવતા કહેવામાં આવ્યું છે કે, આ સંગઠનોના પાકિસ્તાન આર્મી સાથે સારા સંબંધો છે અને તેઓ તેના ઇશારે કામ કરે છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે મદદના નામે એકત્ર કરેલા નાણાંનો ઉપયોગ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.

    આ પણ જુઓ: તારાપુર ખાતે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત, જુઓ તસવીરો

    તેમનું લક્ષ્ય 1.8 મિલિયન ડોલર એકત્ર કરવાનું હતું

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણાં એકત્ર કરનાર સંગઠનોમાં ઇમાના એટલે કે ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાનો પણ સમાવેશ થાય છે. 27 એપ્રિલ 2021ના ​​રોજ ઇમાનાએ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર # Helpindiabreathe અભિયાન શરૂ કર્યું હતું. જેમાં પ્રારંભિક રાઉન્ડમાં 1.8 મિલિયન ડોલર એકત્ર કરવાનો ટાર્ગેટ હતો.

    આ પણ વાંચો: કોરોના રસીકરણનો નિયમ બદલાયો, રજિસ્ટ્રેશન જરૂરી નહીં, સીધા સેન્ટર પર જઈને લઈ શકાશે રસી

    જોકે, આ અભિયાનમાંથી કેટલી રકમ મળી છે તે અંગે સંગઠને જણાવ્યું નથી, તેમજ ક્યાં કેટલી રકમ ખર્ચ કરવામાં આવી તે અંગે પણ માહિતી નથી આપવામાં આવી. આ સમગ્ર ઘટનાને ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવતાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 1967માં સ્થપાયેલ ઇમાનની ક્યાંય ઓફિસ કે બ્રાન્ડ નથી. આવી સ્થિતિમાં તેને દાન એકત્ર કરતા અટકાવી શકાતા નથી.
    " isDesktop="true" id="1105511" >

    ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલ-મેમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન, વેન્ટિલેટર સહિત ઘણા આવશ્યક તબીબી પુરવઠાની અછત હતી. આવી સ્થિતિમાં વિશ્વના તમામ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા હતા. તે સમયે પાકિસ્તાનની અનેક હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર ભારતની મદદ માટે આગળ આવવાનું કહ્યું હતું.
    First published:

    Tags: Coronavirus, Money, આતંકી, પાકિસ્તાન, ભારત