'ફાની': ભારતે દુનિયાને બતાવ્યું, કેવી રીતે કરાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ, UNએ કર્યા વખાણ

ફાઈલ ફોટો

ભારતીય હવામાન વિભાગે ફાનીને અત્યંત ભયાનક ચક્રવાતી તોફાનની શ્રેણીમાં રાખ્યું છે.

 • Share this:
  ચક્રવાતી તોફાન ફાની ઓડિશાથી બંગાળ પહોંચી ગયું છે. સાંજ સુધીમાં બાંગ્લાદેશ પહોંચી શકે છે. આ તાબાહીનો સામનો કરનાર ઓડિશાએ દુનિયાને એક મોટી શીખ આપી છે. વાત જાણે એમ છે કે, રાજ્ય પ્રશાસને પોતાના શાનદાર પ્લાનિંગથી જાનહાનીને કેટલાએ ગણા ઓછી કરવાની એક મિશાલ રજૂ કરી છે. જેમાં ભારતીય હવામાન વિભાગે પણ વખાણવા લાયક કામગીરી નિભાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ ભારતીય હવામાન વિભાગ તરફથી ચક્રવાતી તોફાન ફાનીની પૂર્વ ચેતાવણીની લગભગ અચૂક સટીકતાના પણ વખાણ કર્યા છે.

  ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આવેલું તોફાન ફાની દુનિયાભરમાં ભારે નુકશાન કરનારા ચક્રવાતી તોફાનો જેવું જ હતું, પરંતુ રાજ્ય સરકારના શાનદાર પ્લાનિંગના કારણે માત્ર 10 લોકોના મોત થયા. જે તોફાનથી પહેલાથી પીડિત દેશો અને વિસ્તારો માટે આશ્ચર્યપૂર્ણ હતું. ફાની તોફાનની ગંભીરતાને જોઈ આ આંકડો ખુબ ઓછો છે, કેમ કે, આ પહેલા આવેલા ભિષણ તોફાનમાં રાજ્યમાં 10 હજારથી વધારે લોકોના જીવ ગયા છે.

  ભારતમાં ગત 20 વર્ષમાં આવેલા આ સૌથી ભયંકર તોફાને તીર્થસ્થળ પૂરીમાં સમુદ્ર તટથી ટકરાયા બાદ તાબાહી મચાવવાનું શરૂ કરી દીધુ. દેખતા દેખતા ઓડિશાના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા, આ વાવાઝોડામાં રાજ્યના 11 લાખ લોકો પ્રભાવિત થયા. આ લોકોને અસ્થાયી શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે ફાનીને અત્યંત ભયાનક ચક્રવાતી તોફાનની શ્રેણીમાં રાખ્યું છે.

  સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ ફાનીની ગતિ પર નજર બનાવીને રાખી રહી છે. જોકે, બંગાળમાં આ તોફાન નબળુ પડી ચુક્યું છે. હવે સાંજ સુધીમાં બાંગ્લાદેશ પહોંચી જશે. હાલમાં ત્યાંના શેલ્ટર હોમમાં રહેતા પરિવારોને બચાવવાની કોશિસ કરવામાં આવી રહી છે.

  ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના વિશેષ પ્રતિનિધિ મામી મિઝુતોરીએ કહ્યું કે, અત્યંત પ્રતિકુળ સ્થિતિઓના પ્રબંધનમાં ભારતની શાનદાર કામગીરીથી અનેક જિંદગીઓ બચી છે.

  મિઝુતોરી ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી 2015-2030ના સેનઢાઈ ઢાંચા તરફ ઈશારો કરે છે. આ 15 વર્ષનો એચ્છિક, અબાદ્યકારી કરાર છે, જેનાહેઠળ આપદા જોખમને ઓછુ કરવામાં પ્રારંભિક ભૂમિકા રાષ્ટ્રની છે. પરંતુ આ જવાબદારીને અન્ય પક્ષ ધારકો સાથે વહેંચવી જોઈએ.
  Published by:kiran mehta
  First published: