Home /News /national-international /

UNએ 'દિવાળી સ્ટેમ્પ' ઇશ્યુ કરી પ્રકાશનાં પર્વની ઉજવણી કરી

UNએ 'દિવાળી સ્ટેમ્પ' ઇશ્યુ કરી પ્રકાશનાં પર્વની ઉજવણી કરી

રાષ્ટ્રસંઘ દ્વારા બહાર પાડેલા દિવાળી સ્ટેમ્પ

આ દિવાળી સ્ટેમ્પ યુનાઇટે નેશન્સની મુખ્ય ઓફિસની પોસ્ટ ઓફિસ અને ઓનલાઇન ખરીદી કરી શકાય છે.

    યુનાઇટેડ નેશન્સ (સયુંક્ત રાષ્ટ્રસંઘ)ની પોસ્ટલ સિસ્ટમ દ્વારા બે દિવાળીનાં સ્ટેમ્પ ઇશ્યુ કરવામાં આવ્યા છે અને એ રીતે આસુરોની શક્તિ સામેના વિજયના પ્રતિકરૂપે દિવાળીની ઉજવણી કરી હતી.

    યુનઇટેડ નેશન્સ ખાતે ભારતનાં કાયમી પ્રતિનિધી સૈયદ એકબરુદ્દીનએ એક ટ્વીટ કરીને કહ્યું કે, થેન્ક્યુ@UNStamps અને કહ્યું કે, આપણી સહિયારી તાકાત દ્વારા આસુરી શક્તિ સામને વિજયને પ્રસ્તુત કરવા બદલ આભાર. પ્રકાશનાં પર્વ નિમીત્તે પ્રથમ દિવાળી સ્ટેમ્પ બહાર પાડવામાં આવ્યા છે. આ દિવાળી સ્ટેમ્પની કિંમત 1.15 ડોલર છે. આ સ્ટેમ્પ પર રાષ્ટ્રસંઘનાં બિલ્ડીંગ બેકગ્રાઉન્ડનું ચિત્ર અને હેપ્પી દિવાળી લખેલું છે.

    આ સ્ટેમ્પ ગયા મહિને બહાર પાડવામાં આવ્યા હતા અને આ દિવાળી સ્ટેમ્પ યુનાઇટે નેશન્સની મુખ્ય ઓફિસની પોસ્ટ ઓફિસ અને ઓનલાઇન ખરીદી કરી શકાય છે.

    આજે બુધવારે સમગ્ર ભારત દેશ દિવાળીનું પર્વ ઉજવી રહ્યો છે. એમ કહો કે, સમગ્ર વિશ્વમાં જ્યાં-જ્યાં ભારતીયો વસે છે ત્યાં-ત્યાં આ પ્રકાશનાં પર્વની ઉજવણી થઇ રહી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Diwali celebration, UN Diwali stamps, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन