ભારે આર્થિક સંકટમાં છે સંયુક્ત રાષ્ટ્ર, લીફ્ટ AC કર્યા બંધ

News18 Gujarati
Updated: October 12, 2019, 3:54 PM IST
ભારે આર્થિક સંકટમાં છે સંયુક્ત રાષ્ટ્ર, લીફ્ટ AC કર્યા બંધ
UNSC
News18 Gujarati
Updated: October 12, 2019, 3:54 PM IST
દુનિયામાં શાંતિ સ્થાપિત કરવામાં અનેક મહત્વના મુદ્દે નિર્ણય લેનાર સંયુક્ત રાષ્ટ્ર (United nations) હાલ મોટા આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની પાસે નાણાંની એટલી તંગી છે કે હવે તેના પરિસરમાં એર કંડિશનર યુનિટ અને લિફ્ટ પણ બંધ કરવામાં આવી છે. આ બિલ્ડીંગમાં સાંજે 6 થી સવારે 8 વાગ્યા સુધી હીટર અને એસી પણ બંધ રાખવામાં આવે છે. આ સાથે જ પરિસરમાં હાજર ફુવારા અને વોટર કૂલર પણ બંધ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અહીં કોઇ નવા લોકોને લેવામાં નથી આવ્યા. અને સામાનની ખરીદી પણ બંધ છે. અહીં કોઇ કોન્ફેર્ન્સ નથી થતા. અને આધિકારીક પ્રવાસો પર પણ ઓછું જ જવામાં આવે છે. એટલે કે તેવા તમામ પ્રયાસો થઇ રહ્યા છે જેનાથી પૈસાનો બચાવ થાય. આ તમામની અસર સંયુક્ત રાષ્ટ્રના કામ પર પણ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પાછા કેટલાક વર્ષોથી તે મોટા આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ ત્યાં સુધી કહી દીધું છે કે આ આર્થિક સંકટ રહ્યો તો દુનિયાભરમાં જે સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ છે તેની પર પણ કાપ મૂકવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રએ સાર્વજનિક રૂપે નામ નથી આપ્યા પણ સુત્રોના જણાવ્યા મુજબ તે અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના, મેક્સિકો અને ઇરાન જેવા 64 દેશો પાસેથી યુએનના નાણાં બાકી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા એકલો જ સંયુક્ત રાષ્ટ્રને સૌથી વધુ આર્થિક મદદ કરતો હતો. તેના બજેટમાંથી કુલ 22 ટકા ભાગ તે સંયુક્ત રાષ્ટ્રને આપતો હતો. પણ હવે અમેરિકા જ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું ડિફોલ્ડર બની ગયું છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હાલમાં જ ચેતવણી આપી હતી કે આ વૈશ્વિક સંસ્થા 23 કરોડ ડૉલરની ખોટ પર ચાલી રહી છે. અને આ મહિનાના અંતમાં આ પૈસા પણ પૂરા થઇ જશે. વધુમાં તેના 37 હજાર કર્મચારીઓના પગાર સુનિશ્ચિત કરવાની માંગણી પણ ઉઠી છે. નોંધનીય છે કે ભારતે તેના નાણાં સંયુક્ત રાષ્ટ્રને ચૂકવી દીધા છે.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...