નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન (British Prime Minister Boris Johnson)એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને જી-7 શિખર સંમેલન (G7 Summit)માં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ શિખર સંમેલન આ વખતે કૉનવૉલમાં 11થી 13 જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે. આ સમિટમાં દુનિયાના સાત મુખ્ય દેશોના નેતા કોરોના વાયરસ સંકટ અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના પડકારો પર ચર્ચા કરશે. આ વખતે જી-7 શિખર સંમેલનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની ફાર્મેસીના રૂપમાં ભારત પહેલાથી જ દુનિયાના 50 ટકાથી વધુ વેક્સીન આપૂર્તિ કરે છે. યૂનાઇટેડ કિંગડમ અને ભારતે કોરોના જેવી મહામારી દરમિયાન એક સાથે મળી કામ કર્યું છે. અમારા વડાપ્રધાન સતત વાતચીત કરતા રહે છે અને પીએમ જૉનસને કહ્યું છે કે જી-7 સંમેલનથી પહેલા તેઓ ભારતનો પ્રવાસ કરશે. આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં જૉનસન મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ કોવિડ-19ના વધતા કેસના કારણે તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.
UK Prime Minister Boris Johnson has said he will visit India ahead of the G7 summit. He also said that as ‘pharmacy of the world’, India already supplies more than 50% of the world’s vaccines, and the UK and India have worked closely together throughout the pandemic. https://t.co/yyQWbVukf5
દુનિયાના મુખ્ય લોકતંત્રોના રાષ્ટ્રાધ્યક્ષ સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે બ્રિટનમાં એક સાથે આવશે. તમામ દિગ્ગજ નેતા કોરોના વાયરસની માર અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા મામલે ચર્ચા કરશે. સાથોસાથ એવું પણ સુનિશ્ચિત કરશે કે દરેક સ્થળે લોકો ખુલ્લા વેપાર, ટેકનીકલ પરિવર્તન અને વૈજ્ઞાનિક શોધથી ફાયદો ઉઠાવી શકે.
બ્રિટન માટે ખૂબ જ અગત્યનું છે આ વર્ષ
બ્રિટનના આંતરરાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાને લઈ આ વર્ષ ખૂબ જ અગત્યનું છે. આ વર્ષે જી-7 શિખર સંમેલન ઉપરાંત બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. અને આ વર્ષના અંતમાં તે ગ્લાસગોમાં CoP-26ની મેજબાની કરશે અને વિકાસશીલ દેશોમાં બાળકોને સ્કૂલમાં લાવવાના ઉદ્દેશ્યથી એક ગ્લોબલ શિક્ષણ સંમેલન થશે.
G7 દુનિયાના સાત સૌથી વધુ વિકસિત અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ છે, જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. તેને ગ્રુપ ઓફ સેવન પણ કહે છે. શરૂઆતમાં આ 6 દેશોનો સમૂહ હતો, જેની પહેલી બેઠક 1975માં થઈ હતી. પરંતુ એક વર્ષ બાદ જ એટલે કે 1976માં આ ગ્રુપમાં કેનેડા સામેલ થઈ ગયું અને તે ગ્રુપ 7 બની ગયું. દરેક સભ્ય દેશ વારાફરથી આ ગ્રુપની અધ્યક્ષતા કરે છે અને વાર્ષિક શિખર સંમેલનની મેજબાની કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર