Home /News /national-international /અનોખું ગામ, કરોડપતિઓ પણ રહે છે કાચા મકાનમાં, કારણ જાણીને ચોંકી ઉઠશો

અનોખું ગામ, કરોડપતિઓ પણ રહે છે કાચા મકાનમાં, કારણ જાણીને ચોંકી ઉઠશો

ગામની આખી જમીન ભગવાન દેવનારાયણ (DevNarayan God)ના નામે છે

Devmali Village - ગામમાં ઘરમાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, ટીવી, ફ્રિજ, કુલર અને મોંઘી લક્ઝરી કાર્સ હોવા છતાં લોકો કાચા મકાનોમાં રહે છે

અજમેર : વ્યક્તિ કરોડપતિ હોય એટલે તેની પાસે વૈભવી મકાન તો હોવાનું જ. પણ ઘરમાં બધી આધુનિક સુવિધાઓ (Morden Amenities) અને પૈસા હોય છતાં પણ કાચા મકાનમાં રહેતા હોય તેવા કિસ્સા અસામાન્ય છે. રાજસ્થાન (Rajasthan)ના અજમેર (Ajmer) જિલ્લામાં દેવમાળી ગામ (Devmali Village) અન્ય ગામો કરતા અનન્ય છે. આ ગામમાં ઘણા કરોડપતિઓ છે, પરંતુ ઘરોને તાળાં લગાડવામાં આવતા નથી.

છેલ્લા પાંચ દાયકામાં કોઈ ઘરમાં ઘરફોડ ચોરી થઈ નથી કે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ગામની આખી જમીન ભગવાન દેવનારાયણ (DevNarayan God)ના નામે છે. આખું ગામ શાકાહારી છે. દેવમાળી ગામમાં એક પણ પાકા છાપરાનું મકાન બનાવવામાં આવ્યું નથી. ગામના લોકો માને છે કે, પાકા છાપરા બાંધવાથી ગામમાં આફત આવી શકે છે. એટલા માટે આ ગામના કરોડપતિઓ પણ કાચા ઘરોમાં રહે છે.

ગ્રામજનો વહેલી સવારે ઉઘાડા પગે સમગ્ર ડુંગરની આસપાસ પરિક્રમા કરે છે. આ ટેકરી પર ભગવાન દેવનારાયણનું મંદિર છે. ગ્રામજનોને ભગવાન દેવનારાયણ પર ઊંડો વિશ્વાસ છે. એવું માનવામાં આવે છે કે દેવનારાયણ જ્યારે આ ગામમાં આવ્યા ત્યારે ગ્રામજનોની સેવાની ભાવનાથી ખૂબ ખુશ હતા. તેમણે ગામલોકોને વરદાન માંગવાનું કહ્યું ત્યારે ગામલોકોએ કશું માંગ્યું નહીં. કહેવાય છે કે દેવનારાયણ ભગવને તે સમયે કહ્યું કે શાંતિથી રહેવું હોય તો પાકા છાપરાનું ઘર ન બાંધવું. ગામલોકો આજે પણ તે સૂચનાનું પાલન કરે છે. દાયકાઓ વીતી ગયા પણ દેવમાળી ગામમાં એક પણ પાકા છાપરાવાળું ઘર બનાવવામાં આવ્યું નથી.

ગામના ઘરોમાં ઘણી સુવિધાઓ છે, પરંતુ ઘર કાચા છે

લગભગ 25 વર્ષથી ગામના સરપંચ રહી ચૂકેલા ભાગી દેવી ગુર્જરે જણાવ્યું હતું કે, સમગ્ર ગામમાં દેવનારાયણ ભગવાન પ્રત્યેની પૌરાણિક માન્યતા અને આસ્થાને કારણે અમે માટી અને પથ્થરથી કાચા મકાનો બનાવીએ છીએ અને રહીએ છીએ. આ ગામના સમૃદ્ધ લોકો પણ કાદવથી બનેલા કાચા મકાનોમાં રહે છે. તેઓ માને છે કે પાકી છત બનાવવાથી ગામમાં આપત્તિ આવી શકે છે ગામમાં ઘરમાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ ઘરો કાચા છે. ટીવી, ફ્રિજ, કુલર અને મોંઘી લક્ઝરી કાર્સ ઉપલબ્ધ હોવા છતાં લોકો કાચા મકાનોમાં રહે છે

આ પણ વાંચો - ઉદ્યોગપતિ પિયુષ જૈનના ઘરે પડેલા દરોડામાં મળ્યા અરબો રૂપિયા, અહીં જાણો શું થશે તેનું?

કેટલાક લોકોએ પાકા છાપરા મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નુકસાન થયું

ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘણા લોકોએ પાકા છાપરા નાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારથી ગ્રામજનોએ અનિચ્છનીય ઘટનાઓના ડરથી પાકા છાપરા બાંધ્યા નથી. કાચા, ઘાસવાળા પેલેટ અને કેલુથી બનેલ ઘર દેવમાલીની સુંદરતામાં ચાર ચાંદ ઉમેરે છે. આ ઉપરાંત ગામના લોકો આલ્કોહોલ, માંસ અને ઇંડાનું સેવન કરતા નથી.

ગામમાં વીજળી જાય ત્યારે કેરોસીનનો ઉપયોગ થતો નથી

ગામમાં 300 કુટુંબ વસે છે. વસ્તી લગભગ 2000ની છે. સાથે જ આખા ગામમાં એક જ ગોત્રના લોકો વસે છે. જેના કારણે તેઓ ભગવાન દેવનારાયણની પૂજા કરે છે. જ્યાં તેમને પૂજારી માનવામાં આવે છે. દેવમાળી ગામમાં લવડા જાતિના ગુર્જર સમુદાય (Gurjar Samaj) રહે છે. ગામમાં ગુર્જર સમુદાયના આરાધ્ય દેવતા ભગવાન દેવનારાયણનું મંદિર (Lord Devnarayan Temple) ટેકરી પર બાંધવામાં આવ્યું છે. ગામમાં લાઈટ જતી રહે ત્યારે કેરોસીનથી દીવા પ્રગટાવવામાં આવતા નથી.

આ પણ વાંચો - ગુજરાતમાં રહીને મકાન માલિકે રાજસ્થાનમાં ઘરમાં થતી ચોરીને અટકાવી, જાણો અજીબ આઈડિયા વિશે

દેવનારાયણનો મેળો પણ યોજાય છે

મંદિરના પૂજારીએ કહ્યું કે, ભગવાનમાં તેમની શ્રદ્ધાને કારણે તમામ મકાનો કાચા બન્યા છે. આ સ્થળે મેળો પણ યોજાય છે અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાંથી મુલાકાતીઓ પગપાળા આવે છે. અમે ગામમાં પાણીની ટાંકી બનાવતા નથી, અમે ફક્ત પ્લાસ્ટિકના કન્ટેનરમાં પાણી એકત્રિત રાખીએ છીએ. ગામની શાળા અને ધર્મશાળા પાકી બનેલી છે. ગામના લોકો પાસે એક ઇંચ જમીન પણ નથી. ગામની બધી જમીન ભગવાન દેવનારાયણ પાસે છે. આ જમીન ગ્રામવાસીઓના નામે થઈ શકે નહીં.

ગુર્જરો દેવનારાયણની સાથે પ્રકૃતિની પૂજા કરે છે

ગામના વડીલો જણાવે છે કે, આ ગામમાં આજ સુધી ક્યારેય ચોરી થઈ નથી. એકવાર ચોરો ટેકરી પર બનેલા મંદિરમાં પ્રવેશ્યા અને દાનમાં કન્ટેનરમાં રાખેલા પૈસા પણ ચોરી ગયા હતા, પરંતુ આગળ વધી શક્યા ન હતા. બાદમાં ચોરોને ગામના લોકોએ પકડી લીધા હતા. બગરાવત ભોપાલ ગુર્જર દેવનારાયણની પૂજામાં થાક્યા વિના ઘણા દિવસો અને ઘણી રાત સુધી ભજન ગાઈ શકે છે. અભણ હોવા છતાં ભોપાલની યાદશક્તિ સારી છે. હજારો લોકો તેમની બગડાવતોની વાર્તા સાંભળવા ભેગા થાય છે. લોકો દેવનારાયણ પાસે કંઈ પણ માંગતા નથી. ફક્ત શાંતિ અને સમૃદ્ધિની ઇચ્છા રાખે છે. ગામમાં ગુર્જર જ્ઞાતિની લવડા જાતિ જ દેવનારાયણ સાથે પ્રકૃતિની પૂજા કરે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: ગામડા, રાજસ્થાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन