Home /News /national-international /ચોરે લાખોનો સામાન દેરાસરમાં પરત કર્યો, આ કારણોસર માંફી પણ માંગી

ચોરે લાખોનો સામાન દેરાસરમાં પરત કર્યો, આ કારણોસર માંફી પણ માંગી

પ્રતિકાત્મક તસ્વીર.

કેટલાક ચોરોના પોતાના પણ નીતિ નિયમો હોય છે. કેટલાક ચોરને ચોરી કર્યા પછીથી પસ્તાવો થાય છે. સાંભળવામાં કદાચ ભલે થોડું અટપટ્ટું લાગે પરંતુ આ સત્ય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પ્રકાશમાં આવી છે. અહીં એક ચોરને દેરાસરમાં ચોરી કર્યા પછી એટલી હદે પસ્તાવો થયો કે તેણે ચોરીનો સામાન પરત આપી દીધો. એટલું જ નહિ તેણે લેટર લખીને કહ્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ.

વધુ જુઓ ...
    બાલઘાટઃ કેટલાક ચોરોના પોતાના પણ નીતિ નિયમો હોય છે. કેટલાક ચોરને ચોરી કર્યા પછીથી પસ્તાવો થાય છે. સાંભળવામાં કદાચ ભલે થોડું અટપટ્ટું લાગે પરંતુ આ સત્ય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પ્રકાશમાં આવી છે. અહીં એક ચોરને દેરાસરમાં ચોરી કર્યા પછી એટલી હદે પસ્તાવો થયો કે તેણે ચોરીનો સામાન પરત આપી દીધો. એટલું જ નહિ તેણે લેટર લખીને કહ્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ. આ ઘટના બાલાઘાટ જિલ્લામાં લામતા વિસ્તાર સાથે જોડાયેલી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં જોડાઈ છે. જોકે ચોરીની હજી સુધી કોઈ ભાળ મળી નથી.

    ચોર પરત આવીને ચોરેલો સામાન પરત મૂકી ગયો

    મળતી માહિતી મુજબ ચોરે એક દિવસ પહેલા જ દેરાસરમાંથી લાખો રૂપિયાની કિંમતનું ચાંદીનું છત્ર અને ભમંડલની ચોરી કરી હતી. પછીથી ચોરને આ ચોરીનો પસ્તાવો થયો હતો. તેના પગલે તેણે દેરાસરનો તમામ સામાન પરત કર્યો હતો. એટલું જ નહીં તેની સાથે ચોરે એક પત્ર પણ લખ્યો હતો. ચોરે પત્રમાં લખ્યું કે તેને આ ચોરીને કારણે ઘણું નુકસાન થયું છે. હું આ માટે માફી માંગુ છું. ચોરે ચોરીનો માલ એક થેલીમાં ભરીને એક કાગળ પર માફી પત્ર લખીને પંચાયત ભવનની પાસેના એક ખાડામાં રાખ્યો હતો.

    પોલીસે ચોરની શોધખોળ શરૂ કરી

    દિગંબર જૈન પંચાયતના અધ્યક્ષ અશોક કુમાર જૈને જણાવ્યું કે ચોરીની આ ઘટના શાંતિનાથ દિગંબર જૈન દેરાસરમાં બની હતી. ચોરે મંદિરમાંથી 9 ચાંદીના છત્ર, એક ચાંદીની અને ત્રણ કાંસાના ભમંડલની ચોરી કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી કે આ દરમિયાન ચોરે ચોરીનો તમામ સામાન પરત કર્યો હતો. પછીથી તેને ફરીથી બેન્ડ બાજાની સાથે દેરાસરમાં મુકવામાં આવ્યો છે. જોકે પોલીસ હજુ પણ ચોરને શોધી રહી છે પરંતુ સામાન મળી આવતા તેને થોડી રાહત થઈ છે.

    આ પણ વાંચોઃ ચોરીના આરોપમાં બે સગીર લોકોને લોડિંગ વાહનથી બાંધીને નિર્દયતાથી ઘસેડ્યા અને ક્રૂરતા પૂર્વક મારપીટ કરી

    ચોરની માફી આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે

    જૈન દેરાસરમાં થયેલી ચોરી બાદ ચોરની માફી આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચોરાયેલો સામાન પરત મળતા મંદિરના અધિકારીઓએ પણ રાહત અનુભવી છે. પોલીસ ચોરને શોધી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે તે ઝડપથી ચોરને પકડી લેશે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Gold theft, Stealing, Stolen

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन