મંદસૌર : મધ્ય પ્રદેશના (madhya pradesh)મંદસૌરમાં (mandsaur)એક અનોખું મંદિર છે. અહીં માનતા પૂરી થવા પર ઘડિયાળો (watches)ચડાવવાની પરંપરા છે. કહેવામાં આવે છે કે આ એવું મંદિર (mandsaur temple)છે જ્યાં સમય ખરાબ આવી જાય તો માનતા લેવાથી ઠીક થઇ જાય છે. ખાસ વાત એ છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ નથી અને પૂજારી પણ નથી. છતા અહીં હજારો લોકોની શ્રદ્ધા છે. આ મંદિર જિલ્લાના ચિરમોલિયામાં રસ્તાના કિનારે વૃક્ષની નીચે બનેલું છે.
ગામના લોકો અને અહીં આવનાર શ્રદ્ધાળુ તેને સગસ બાવજીનું મંદિર કહે છે. સગસ બાવજીને શાસ્ત્રોમાં યક્ષ કહેવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે અહીં યક્ષ સાકાર રૂપમાં દેખાય છે. દાવા છે કે બાવજીએ ઘણા લોકોને સાક્ષાત દર્શન આપ્યા છે. રસ્તો ભટકી ગયેલા લોકોને પણ સાથ લઇ જઈને રસ્તો બતાવે છે અને તેમને ઘર સુધી છોડીને આવી છે. ઘણા લોકોએ અહીં પર ચમત્કાર થતા જોયા છે.
એક ચબુતરા પણ બેસતા હતા સગવ બાવજી
આ મંદિર વિશે માન્યતા છે કે જો તમારો સમય ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમે અહીં આવીને ઘડિયાળ ચડાવો તો તમારો સમય ઠીક થઇ જશે. હજારો લોકો અહીં મન્નત માંગી ચૂક્યા છે અને પુરી થવા પર ઘડિયાળ ચડાવી ચૂક્યા છે. આ આખો વિસ્તાર ઘડિયાળોથી ભરેલો છે. દર વર્ષે હજારો ઘડિયાળો નદીમાં વહાવી દેવામાં આવી છે. આમ તો આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. પહેલા અહીં સગસ બાવજી એક ચબુતરા પર બેસતા હતા. લોકોએ હવે ત્યાં એક મંદિર બનાવી દીધું છે.
એક ભક્તે તો માનતા પુરી થવા પર આવનાર શ્રદ્ધાળુઓ માટે હેડપંપ પણ લગાવી દીધો છે. જેથી અહીં આવનાર લોકોને પાણી મળી શકે. ખાસ વાત એ છે કે આ મંદિરમાં તાળું પણ લગાવવામાં આવતું નથી. અહીં ચડાવેલી ઘડિયાળો કોઇ ચોરી કરતું નથી. એક માન્યતા છે કે એક વખત કોઇ વ્યક્તિએ 5 ઘડિયાળ ચોરી કરી તો તે આંધળો થઇ ગયો હતો. તેણે લોકોને ચોરીને વાત બતાવી. તેણે કહ્યું કે તે આંધળો થયા પછી તેણે ત્યાં દસ ઘડિયાળ ચડાવી તો તેને પછી દેખાવવા લાગ્યું હતું.
સમસ્યાનો ઉકેલ જલદી લાવે છે બાબા
અહીં માનતા માંગવા પર ઘણા પ્રકારની પરેશાનીઓમાંથી બહાર આવી જાય છે. કહેવામાં આવે છે કે યક્ષ કોઇપણ સમસ્યાનું સમાધાન તરત લાવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર