ગજબ પ્રેમ કહાની Video: Love મેરેજ બાદ પરિણીતાને પ્રથમ પ્રેમી માટે જાગ્યો પ્રેમ, પતિએ જ પ્રેમી સાથે કરાવ્યા લગ્ન

અનોખી પ્રેમ કહાની

'જા બેવફા જા, હમે પ્યાર નહીં કરના, તન્હાઈ જી લેંગે હમ...', પ્રેમ કહાનીઓ તો અનેક સાંભળી હશે પરંતુ આવી પ્રેમ કહાની તમે ક્યારેય નહીં સાંભળી હોય. પતિએ જણાવ્યું કેવી રીતે કઠણ કાળજુ કરી પત્નીના પ્રથમ પ્રેમી સાથે લગ્ન કરાવ્યા.

 • Share this:
  છપરા : સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોની કહાની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી જ છે, જેમાં પતિ તેની પત્નીના લગ્ન પૂર્વ બોયફ્રેન્ડ સાથે કરાવવા આગળ આવે છે. આવી જ ઘટના છપરામાં પણ સામે આવી છે જ્યાં એક યુવકે તેની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન કર્યા બાદ ત્રણેય મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે કોઈએ આ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે વાયરલ થયો છે. મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના વોર્ડ નંબર 45 માં આવેલા ઘેઘાતા ગામનો કિસ્સો હોવાનું જણાવાઈ રહ્યું છે.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિણીત મહિલાને એક પુત્રી પણ છે, પરંતુ લગ્ન પછી પણ તેના મનમાંથી પ્રેમનું ભૂત બહાર આવતું નથી. ત્યારબાદ પતિએ આ પગલું ભર્યું હતું અને મંદિરમાં લઈ જઇને બંનેના લગ્ન કરાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, છપરાના રૌજા વિસ્તારમાં રહેતા એક યુવકે થોડા સમય પહેલા લવ મેરેજ કર્યા હતા. થોડા દિવસો માટે બધું બરાબર ચાલ્યું, પછી છોકરીની પસંદગી બદલાઈ ગઈ.

  આ પણ વાંચો -પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

  આ સમય દરમિયાન, જ્યારે પતિને ખબર પડી કે તેની પત્નીને બીજા કોઈ પુરુષ સાથે પ્રેમ છે, તો તેણે તેને તે સમજાવી અને પછી તેની સાથે મારપીટ પણ કરી. પતિએ વિચાર્યું કે, બધું બરાબર થઈ જશે, પરંતુ એવું બન્યું નહીં. પત્નીએ ઘરમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ થઈ ન હતી.  જ્યારે તેના બોયફ્રેન્ડ સાથે તેની પત્નીના પ્રેમની બધી વાતો ખુલી ત્યારે પત્નીએ તેના પ્રેમી સાથે રહેવાની જીદ શરૂ કરી. પતિએ સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ વાત બની નહીં. અંતે, પતિએ હૃદય પર પત્થર મૂકીને પત્નીની ઇચ્છા પૂર્ણ કરવાનું મન બનાવ્યું. પતિએ પત્નીના પ્રેમીને બોલાવી ફિલ્મી સ્ટાઈલમાં બંનેના લગ્ન મંદિરમાં કરાવી દીધા.

  આ પણ વાંચોસુરત : શહેરીજનો તાપી નદી કિનારે જતા પહેલા ચેતજો, નદીમાં ફરી રહ્યા મગર, Video - વરાછામાં શ્વાનનો કર્યો શિકાર!

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પતિ કહેતો જોવા મળે છે કે, જ્યારે તેની પત્નીએ પ્રેમી સાથે રહેવાની વાત કરી તો તેણે તેમના લગ્ન કરાવી દીધા. યુવતી એમ પણ કહેતી જોવા મળી રહી છે કે, તે પોતાના પ્રેમી સાથે પોતાની મરજીથી લગ્ન કરી રહી છે. આ મામલામાં સૌથી ખાસ વાત એ છે કે, યુવતીએ બીજા પ્રેમી સાથે લવ મેરેજ કર્યા હતા અને પછી પ્રથમ પ્રેમી પર પ્રેમ આવવા લાગ્યો.
  Published by:kiran mehta
  First published: