જયપુર : તમે અવારનવાર મતભેદ અથવા ઝઘડા પછી ઘરના ભાગલા વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે આજે તમને એક એવા ઘર વિશે જણાવી રહ્યા છીએ જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે. બે રાજ્યોની જમીન પર આ ઘર છે! સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે પરંતુ આ સાચું છે. આવું જ એક ઘર હરિયાણા (Haryana) ના રેવાડી (Rewari) જિલ્લા અને રાજસ્થાન (Rajasthan) ના અલવર (Alwar) જિલ્લાની સરહદ પર છે. આ ઘરમાં રહેતા દાયમા પરિવારની સીમાઓનું અંતર સમાપ્ત થાય છે. તેમના ઘરની ખાસ વાત એ છે કે તેની વચ્ચેથી હરિયાણા-રાજસ્થાન બોર્ડર (Haryana-Rajasthan Border) પસાર થાય છે. તેમના ઘરમાં રહેતા કાકા હરિયાણામાં અને ભત્રીજો રાજસ્થાનમાં રહે છે. બંને પોતાના વિસ્તારના કાઉન્સિલર રહી ચૂક્યા છે.
અલવર બાયપાસ પર આ અનોખું ઘર આવેલું છે, જેના રૂમ હરિયાણામાં છે અને આંગણું રાજસ્થાનમાં છે. એક દરવાજો હરિયાણામાં અને બીજો રાજસ્થાનમાં ખુલે છે. આ ઘરમાં હરિયાણાના રેવાડી જિલ્લાના ધરુહેરા નગરપાલિકાના કાઉન્સિલર ક્રિષ્ન દાયમા અને રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડી મ્યુનિસિપલ કાઉન્સિલના કાઉન્સિલર હવા સિંહના નામનું સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે.
ઘરની વાર્તા સાંભળી બધા રહી જાય છે દંગ
ઘરના સભ્યો કહે છે કે અહીં રહેવાની આદત થઈ ગઈ છે. અમારી માટે આ એટલું અજુગતું નથી, પરંતુ જ્યારે તેમનો કોઈ સંબંધી અથવા કોઈ બહારનો વ્યક્તિ તેમને મળવા આવે છે અને જ્યારે તેમને ખબર પડે છે કે અહીં ઘરની મધ્યમાં રાજસ્થાન અને હરિયાણાની સરહદ છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે. ભીવાડી મ્યુનિસિપલ કાઉન્સિલના કાઉન્સિલર હવા સિંહનું કહેવું છે કે, થોડા વર્ષો પહેલા એક દીપડો તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારે રાજસ્થાન-હરિયાણા બોર્ડર હોવાનું કહીને કોઈ દીપડાને પકડતું ન હતું. ભારે જહેમત બાદ રાજસ્થાનથી ટીમ આવી હતી અને ત્યારબાદ દીપડાને રેસક્યુ કરવામાં આવ્યો હતો.
કહેવાય છે કે કૃષ્ણ દાયમાના પિતા ચૌધરી ટેકરામ દાયમા 1960માં અહીં રહેવા આવ્યા હતા. આ દરમિયાન તેમની અડધી જમીન હરિયાણામાં અને અડધી રાજસ્થાનમાં હતી. પછી તેમણે અહીં પોતાનું ઘર બનાવ્યું. હવે તેના બે પુત્રો કૃષ્ણ દાયમા અને ઈશ્વર દાયમા એક છત નીચે સમગ્ર પરિવાર સાથે રહે છે.
એક ઘર, બે ભાઈ, એક હરિયાણવી તો બીજો રાજસ્થાની
આ પરિવારના સભ્ય ઈશ્વર દાયમાના આધાર કાર્ડ, રેશનકાર્ડ, મતદાર આઈડી સહિતના તમામ સરકારી દસ્તાવેજો રાજસ્થાનના છે, જ્યારે તેમના ભાઈ કૃષ્ણાના દસ્તાવેજો હરિયાણાના છે. કૃષ્ણા પોતે ધરુહેરા નગરપાલિકામાંથી બે ટર્મ માટે કાઉન્સિલર હતા અને ભત્રીજો હવા સિંહ ભીવાડીમાંથી કાઉન્સિલર હતો. ક્રિષ્ના દાયમા કહે છે કે, થોડા વર્ષો પહેલા તેમની ભેંસ ચોરાઈ હતી. પછી સીમા વિવાદને કારણે ક્યારેક રાજસ્થાન પોલીસ પાસે તો ક્યારેક હરિયાણા પોલીસ પાસે જવું પડ્યું હતું. મોબાઈલ નેટવર્ક પણ ક્યારેક હરિયાણા અને ક્યારેક રાજસ્થાન બતાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર