amit shah in chandigarh: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ચંદીગઢથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 4 સ્થળોએ 30,000 કિલોથી વધુ જપ્ત કરાયેલ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની દેખરેખ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ચંદીગઢથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 4 સ્થળોએ 30,000 કિલોથી વધુ જપ્ત કરાયેલ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union minister amit shah) કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરી સમાજ માટે ખતરો છે.
કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને ડ્રગની હેરફેર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવી જોઈએ. આપણે ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લગાવીને યુવા પેઢીને બચાવવાની છે. હકીકતમાં, એનસીબીએ 1 જૂનથી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ શરૂ કરી હતી અને 29 જુલાઈ સુધીમાં 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના આહ્વાન પર, NCBએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75,000 કિલો માદક પદાર્થોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. શનિવારે 30,468.784 કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કર્યા બાદ કુલ જથ્થો 81,686 કિલોગ્રામની આસપાસ પહોંચી જશે,
જે NCBના લક્ષ્યાંક કરતાં વધી જશે. ડ્રગ મુક્ત ભારતની લડાઈમાં આ એક મોટી ઉપલબ્ધિ હશે. કોન્ફરન્સમાં પહેલીવાર ગૃહમંત્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ડ્રગ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ એક મંચ પર હાજર રહ્યા હતા.
રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે આ કોન્ફરન્સ દેશને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના મોદી સરકારના અટલ સંકલ્પને દર્શાવે છે. કોન્ફરન્સ પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુખ્ય પ્રધાનો, પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્ય સચિવો અને ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકોને મળશે. .
સાંજે અમિત શાહ ત્રણ સરકારી શાળાની ઇમારતોના ઉદ્ઘાટન સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપશે. નવી દિલ્હી જતા પહેલા, તેઓ સુખના તળાવ ખાતે 'હર ઘર તિરંગા' અને આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ પંજાબ રાજભવન ખાતે રાત્રિભોજન કરશે. છેલ્લા ચાર મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રીની ચંદીગઢની આ બીજી મુલાકાત છે.પ્રત્યે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી હતી."
#WATCH | More than 30,000 kgs of seized drugs destroyed by the Narcotics Control Bureau (NCB) today across 4 locations under the watch of Union Home Minister Amit Shah via video conferencing, from Chandigarh. pic.twitter.com/s40pNeMrgC
શાહે કહ્યું કે નાર્કોટિક્સ સામેની ઝડપી અને આગળ વધતી લડાઈના પરિણામો દેખાવા લાગ્યા છે. તેમણે કહ્યું કે માદક દ્રવ્યો યુવા પેઢી પર પ્રતિકૂળ અસર કરે છે અને તેને ઉધઈની જેમ નુકસાન કરે છે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ સંકટને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે ડ્રગ્સનું સેવન કરનારાઓ પર જ નહીં, પરંતુ સમાજ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા પર પણ વિપરીત અસર પડે છે. "આપણે તેને સંપૂર્ણ રીતે ખતમ કરવું પડશે," કોન્ફરન્સના આયોજન સાથે, NCB દ્વારા દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકાતામાં લગભગ 31,000 કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર