36 કેન્દ્રિય મંત્રી જમ્મુ-કાશ્મીર જશે, કલમ 370 હટાવવાના ફાયદા જણાવશે

News18 Gujarati
Updated: January 15, 2020, 10:41 PM IST
36 કેન્દ્રિય મંત્રી જમ્મુ-કાશ્મીર જશે, કલમ 370 હટાવવાના ફાયદા જણાવશે
અધિકારીઓનું કહેવું છે કે બે સપ્તાહ પહેલા એક સ્પેશય પોલીસ ઓફિસર કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. પણ ત્યારે કેટલાક જ પોલીસકર્મીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેવામાં સંભવ છે કે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ન કરવાના કારણે અચાનક આ સંખ્યા વધી ગઇ!

મંત્રીઓની જમ્મુ-કાશ્મીર પ્રવાસના કાર્યક્ર્મને 17 જાન્યુઆરીના દિવસે કેન્દ્રીય મંત્રી પરિષદની એક બેઠકમાં અંતિમ રૂપ આપવાની સંભાવના છે.

  • Share this:
નવી દિલ્હીઃ કલમ 370ને (Article 370) રદ કર્યાને આશરે છ મહિલા જેટલો સમય થયો છે. હવે કેન્દ્રિય મંત્રીઓનું એક ગ્રૂપ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ની મુલાકાત લેશે. આ મંત્રીઓ સકારાત્મક પ્રભાવો અને ક્ષેત્રો માટે સરકારના વિકાસના પગલાં વિશે લોકોને જાણકારી આપવા માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.

મંત્રીઓની જમ્મુ-કાશ્મીર પ્રવાસના કાર્યક્ર્મને 17 જાન્યુઆરીના દિવસે કેન્દ્રીય મંત્રી પરિષદની એક બેઠકમાં અંતિમ રૂપ આપવાની સંભાવના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ યાત્રા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની (Home Minister Amit Shah) એક પહેલ છે. અને મંત્રાલય આમા સમન્વય કરી રહ્યું છે.

આ મંત્રીઓમાં પીયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની, અનુરાગ સિંહ ઠાકુર, વીકે સિંહ, હરદીપ સિંહ પુરી, આરકે સિંહ, ગિરિરાજ સિંહ, મહેન્દ્ર નાથ પાંડ્યે, સાધ્વી નિરંજન જ્યોતિ સહિત અને મોટા નેતાઓનો સમાવેશ થયો છે.

આ પણ વાંચોઃ-લદ્દાખઃ ચાદર ટ્રેકિંગમાં અનેક ગુજરાતી ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા

આ નેતાઓ 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની યાત્રા કરી શકે છે. આ યાત્રાનો હેતું કલમ 370 હટાવ્યાના છ મહિના પુરા થયા પછી જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરશે. કેન્દ્રિય મંત્રીઓ જમ્મુની 51 જગ્યાઓ અને શ્રીનગરની 8 જગ્યાઓમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ-Xiaomi લાવી રહી છે 7 પોપ-અપ કેમેરા વાળો સ્માર્ટફોન! Photos થયા લીકઆ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના અલગ અલગ કેન્દ્રિય મંત્રીઓ ભાગ લેશે. આ મંત્રીઓ જનસભામાં અથવા અલગ અલગ કાર્યક્રમમાં અનુચ્છેદ 370 હટાવવા પાછળ સરકારની મંછાનો ઉલ્લેખ કરશે. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર શું ફાયદો થયો એ પણ જનતાને જણાવશે.

આ પણ વાંચોઃ-આ તારીખથી ATM કાર્ડથી પૈસા ઉપાડવાના બદલાશે નિયમો, RBIએ કર્યો નિર્ણય

સરકારે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે કે કાશ્મીરમાં રજૂ પ્રતિબંધો, લાંબા સમય સુધી સંચાર સેવાઓ ઉપર રોક અને રાજ્યના નેતાઓની ધરપકડ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગત દિવસો સરકાર દ્વારા આર્ટીકલ 370ના મોટા ભાગની જોગવાઈ હટાવ્યા પછી પહેલાવાર અમેરિકાના રાજૂદત કેનેથ જસ્ટર સહિત 15 દેશના રાજકીય નેતાઓએ ગત સપ્તાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી.
First published: January 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading