શેનેલ ઈરાની અને અર્જૂનની સગાઈ 2021માં દુબઈમાં થઈ હતી. ત્યારે ખુદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા અર્જૂન ભલ્લાનું પોતાના પરિવારમાં સ્વાગત કર્યું હતું.
નાગૌર: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ ઈરાની બોયફ્રેન્ડ અર્જૂન ભલ્લા સાથે આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખીંવસર કિલ્લામાં સાત ફેરા લેશે.જે એકદમ સજીધજીને તૈયાર થઈ ચુક્યો છે. એક અઠવાડીયાની અંદર રાજસ્થાનમાં આ બીજા બહુચર્ચિત લગ્ન છે. બોલિવૂડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન પણ રાજસ્થાનમાં જ થયા હતા. શેનેલ ઈરાનીના લગ્ન માટે ખીંવસર કિલ્લાને 7 ફેબ્રુઆરીથી 3 દિવસ માટે બુક કરવામાં આવ્યો છે. " isDesktop="true" id="1335421" >
કિલ્લાની સુંદરતા વધારવા માટે થ્રી ડી લાઈટિંગથી સજાવામાં આવ્યું છે. લગ્નનો કાર્યક્રમ ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યો છે. જેમાં શેનેલ ઈરાની અને અર્જૂન ભલ્લાના પરિવારના લોકો ઉપરાંત અમુક ખાસ મહેમાનો પણ જોડાશે. લગ્ન માટે કપલે જે ડેસ્ટીનેશનલ પસંદ કર્યું છે, તે ખીંવસર કિલ્લો, તે ખૂબ જ લોકપ્રિય અને ખાસ છે. કાલે રાતના મ્યૂઝિકલ નાઈટ ઈવેન્ટ હતી અને આજે 9 ફેબ્રુઆરીએ ગુરુવારે રીતિ રિવાજ સાથે લગ્ન થશે.
2021માં થઈ હતી શેનેલ ઈરાની અને અર્જૂનની સગાઈ
શેનેલ ઈરાની અને અર્જૂનની સગાઈ 2021માં દુબઈમાં થઈ હતી. ત્યારે ખુદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા અર્જૂન ભલ્લાનું પોતાના પરિવારમાં સ્વાગત કર્યું હતું. સાથે જ મજાકના અંદાજમાં કહ્યું કે, આપેન એક સસરા તરીકે એક ક્રૈઝી મેનનો સામનો કરવો પડશએ અને મને સાસુ તરીકે વેઠવી પડશે. અર્જૂન ભલ્લા કેનેડામાં રહે છે. તે પ્રવાસી ભારતીય છે. ભલ્લા લીગલ એક્સપર્ટ છે અને કેનેડાની મોટી કંપનીમાં લીગલ કંસલટેંટ તરીકે કામ કરે છે. તો વળી શેનેલ એડવોકેટ છે.
લગ્નમાં પરિવારના લોકો હાજર રહેશે
આ હાઈપ્રોફાઈલ લગ્ન માટે ખીંવસર ફોર્ટને સજાવામાં આવ્યો છે. હોટલ પાસે 250 મહેમાનોનું લિસ્ટ આવ્યું છે. કહેવાય છે કે, આ લગ્નમાં ફક્ત બંને પરિવારના સભ્યો જ હાજર રહેશે. કોઈ વીઆઈપી આ લગ્નમાં સામેલ થશે, તેવા સમાચાર નથી.
ખીંવસર ફોર્ટ ફિલ્મોનું શૂટીંગ અને વીઆઈપી લગ્ન માટે ફેમસ
ખીંવસર ફોર્ટ ફિલ્મોના શૂટીંગ માટે ફેમસ છે. સાથે જ વીઆઈપી લગ્ન માટે પણ ફેમસ છે. રેતના ટીલ્લાથી ઘેરાયેલા આ કિલ્લો, હવે હેરીટેઝ હોટલ છએ. રાજસ્થાનનો આ સુંદર કિલ્લો જોધપુર અને બીકાનેરની વચ્ચે ખીમસર નામના ગામમાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે, તેનું બાંધકામ રાવ કરમજીએ આજથી 500 વર્ષ પહેલા કરાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર