રવિશંકર પ્રસાદે મંદી પરનું નિવેદન પરત લીધું, કહ્યુ- હું સંવેદનશીલ વ્યક્તિ છું!

News18 Gujarati
Updated: October 13, 2019, 2:41 PM IST
રવિશંકર પ્રસાદે મંદી પરનું નિવેદન પરત લીધું, કહ્યુ- હું સંવેદનશીલ વ્યક્તિ છું!
મારા નિવેદનનો એક હિસ્સો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

મારા નિવેદનનો એક હિસ્સો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ અર્થવ્યવસ્થામાં મંદી પર આપેલા પોતાના નિવેદનને પરત લઈ લીધું છે. રવિશંકર પ્રસાદે શનિવારે અર્થવ્યવસ્થામાં મંદી (Recession in Economy)ની વાતને સમગ્રપણે ફગાવી દીધી હતી અને પોતાની વાતને પુરવાર કરવા માટે તેઓએ ફિલ્મોની કમાણીનો સહારો લીધો હતો. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે 2 ઑક્ટોબરે રિલીઝ થયેલી ત્રણ ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અર્થવયવસ્થા મજબૂત છે ત્યારે જ ફિલ્મોએ આટલી કમાણી કરી છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે, સોશિયલ મીડિયા પર પ્રેસ કોન્ફરન્સનો સમગ્ર વીડિયો ઉપલબ્ધ છે. તેમ છતાંય મને એ જાણની દુ:ખ છે કે મારા નિવેદનનો એક હિસ્સો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. તેથી હું મારું નિવેદન પરત લઉં છું.

અર્થવ્યવસ્થામાં સુસ્તીને સમગ્રપણે ફગાવી દીધીમોદી સરકારમાં કાયદા મંત્રાલયની જવાબદારી સંભાળનારા રવિશંકર પ્રસાદે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બેરોજગારી અને અર્થવ્યવસ્થામાં સુસ્તીને પૂરી રીતે ફગાવી દીધી હતી. તેઓએ અર્થવ્યવસ્થામાં સુસ્તીથી ઇન્કાર કરતાં કહ્યુ કે, મારો ફિલ્મો સાથે લગાવ છે. ફિલ્મો મોટો કારોબાર કરી રહી છે. 2 ઑક્ટોબરે 3 ફિલ્મો રિલીઝ થઈ છે. ફિલ્મ ઉદ્યોગના વિશેષજ્ઞે કહ્યુ છે કે નેશનલ હૉલીડેના દિવસે ફિલ્મોએ 120 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. હવે જ્યારે દેશમાં ઇકોનોમી થોડી સાઉન્ડ છે ત્યારે જ તો 120 કરોડ રૂપિયાનું રિટર્ન એક દિવસમાં આવી રહ્યું છે.

વિકાસ દર 6 વર્ષના નીચલી સ્તરે

નોંધનીય છે કે, ચાલુ નાણાકિય વર્ષના પહેલા ક્વાર્ટરમાં વિકાસ દર 6 વર્ષના નીચલા સ્તરે પાંચ ટકા પહોંચી ગયો છે. રિઝર્વ બેંક સહિત દુનિયાની અનેક મોટી રેટિંગ એજન્સીઓએ પણ ભારત માટે વિકાસ દરના અનુમાનમાં કાપ મૂક્યો છે. જોકે, સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી છે.

આ પણ વાંચો,

મોહન ભાગવતે કહ્યુ- દુનિયામાં સૌથી સુખી ભારતના મુસલમાન, કારણ કે અમે હિન્દુ છીએ
મંત્રીનું વિચિત્ર નિવેદન: ફિલ્મો એક દિવસમાં 120 કરોડની કમાણી કરે છે તો પછી મંદી ક્યાંથી હોય?
First published: October 13, 2019
વધુ વાંચો
अगली ख़बर