'માયાવતીએ 'સારા સમય'ને યાદ કરીને મોદી-શાહ સાથે હાથ મિલાવવો જોઈએ'

News18 Gujarati
Updated: January 21, 2019, 11:33 AM IST
'માયાવતીએ 'સારા સમય'ને યાદ કરીને મોદી-શાહ સાથે હાથ મિલાવવો જોઈએ'
રામદાસ આઠવલે, માયાવતી (ફાઇલ તસવીર)

"માયાવતી બીજેપીના સમર્થનથી ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. બીજેપી બહુ સારી રીતે જાણે છે કે એસપી સાથેના ગઠબંધનથી માયાવતીને ઉત્તર પ્રદેશમાં બહુ રાજકીય લાભ નહીં મળે."

  • Share this:
નવી દિલ્હીઃ બીજેપીના સમર્થનથી માયાવતીએ મેળવેલી જીતને યાદ કરતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સૂચન કરતા જણાવ્યું કે, બીએસપી (બહુજન સમાજ પાર્ટી)ના અધ્યક્ષા માયાવતીએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરવું જોઈએ, કારણ કે એસપી (સમાજવાદી પાર્ટી) સાથે ગઠબંધન કરીને તેઓ ઇચ્છિત પરિણામ નહીં મેળવી શકે.

"માયાવતી બીજેપીના સમર્થનથી ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. બીજેપી બહુ સારી રીતે જાણે છે કે એસપી સાથેના ગઠબંધનથી માયાવતીને ઉત્તર પ્રદેશમાં બહુ રાજકીય લાભ નહીં મળે. આથી માયાવતીએ એસપીનો સાથ છોડીને બીજેપી સાથે જોડાણ કરી લેવું જોઈએ." રામદાસ આઠવલેએ રવિવારે આવું નિવેદન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અખિલેશ યાદવની પાર્ટીમાં રહેલા આંતરિક વિખવાદોને કારણે એસપી અને બીએસપીનું ગઠબંધન બહુ વધારે સમય નહીં ટકી શકે.

આઠવલેએ વધુમાં કહ્યું કે, "ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાંથી સમાચાર આવી રહ્યા છે કે એસપી અને બીએસપીના ગઠબંધનથી બંને પાર્ટીના કાર્યકરો ખૂબ જ નિરાશ છે."

આ પણ વાંચો : UP ભાજપના ધારાસભ્ય સાધના સિંહે કહ્યું, 'માયાવતી ન તો મહિલા જેવા છે, ન તો પુરુષ જેવા છે'

નોંધનીય છે કે રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI) બીજેપીના વડપણ હેઠળના NDA (નેશનલ ડેમોક્રેટિક અલાઇન્સ)નો હિસ્સો છે.

સાથે જ રામદાસ આઠવલેએ ઉત્તર પ્રદેશના ભાજપના મહિલા ધારાસભ્ય સાધના સિંઘે માયાવતી વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણીને પણ વખોડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની વ્યક્તિગત કમેન્ટ ન કરવી જોઈએ.આ પણ વાંચો : PM પદના સવાલ પર મમતા એન્ડ કંપનીએ કર્યું 'બલિદાન'નું આહ્વાન, પણ બિલાડીના ગળામાં ઘંટ બાંધશે કોણ?

આઠવલેએ વધુમાં કહ્યું કે, "અમારી પાર્ટી આરપીઆઈએ બીજેપી પ્રમુખ અમિત શાહ પાસે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ત્રણ બેઠકની માંગણી કરી છે." 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશની કુલ 80 બેઠકમાંથી 71 બેઠક પર જીત મેળવી છે.
First published: January 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading