Home /News /national-international /

મોદીના મંત્રી બોલ્યા- ફ્રિમાં મળે છે પેટ્રોલ-ડીઝલ, ભાવથી કોઈ જ ફરક ના પડે

મોદીના મંત્રી બોલ્યા- ફ્રિમાં મળે છે પેટ્રોલ-ડીઝલ, ભાવથી કોઈ જ ફરક ના પડે

અઠાવલેએ કહ્યું છે કે, તેમને ડીઝલ અને પેટ્રોલ ફ્રિમાં મળે છે તેથી આ વિશે તેઓ વધારે વિચારતા નથી. તેમને કહ્યું, "પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, આનાથી શું ફરક પડે છે.

અઠાવલેએ કહ્યું છે કે, તેમને ડીઝલ અને પેટ્રોલ ફ્રિમાં મળે છે તેથી આ વિશે તેઓ વધારે વિચારતા નથી. તેમને કહ્યું, "પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, આનાથી શું ફરક પડે છે.

    પેટ્રોલ-ડીઝલના કિંમતમાં સતત વધારાના કારણે સામાન્ય વ્યક્તિ હેરાન છે. તેવામાં મોદી સરકારના સમાજ કલ્યાણ અને અધિકારીતા મંત્રી રામદાસ અઠાવલેને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવથી કોઈ જ ફરક પડતો નથી.

    અઠાવલેએ કહ્યું છે કે, તેમને ડીઝલ અને પેટ્રોલ ફ્રિમાં મળે છે તેથી આ વિશે તેઓ વધારે વિચારતા નથી. તેમને કહ્યું, "પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, આનાથી શું ફરક પડે છે. સરકાર મારી ગાડીઓમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસા પર પેટ્રોલ અને ડીઝલ આવે છે તો આ વિશે શું કરવા વિચારવું." રામદાસ અઠાવલેએ આ વાતો શનિવારે જયપુરમાં કહી.

    અયોધ્યામાં બને બૌદ્ધ મંદિર

    રિપ્બિક પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)ના અધ્યક્ષ અઠાવલેને જ્યારે પૂછવામાં આવ્યું કે, બીજેપી સરકારે કહ્યું હતુ કે, અયોધ્યામાં રામ મંદિર બનશે, આના પર તેમને એક અલગ જ રાગ આલાપી દીધો. તેમને કહ્યું કે, અયોધ્યામાં બૌદ્ધ મંદિર હતો. ત્યાં બોદ્ધ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. બોદ્ધ મંદિર બનવો જોઈએ. એસસી-એસટી એક્ટ પર સવર્ણોના ગુસ્સાને લઈને અઠાવલેએ કહ્યું કે, ગરીબ સવર્ણો માટે પણ 25 ટકા અનામતની માંગ કરીશુ. તેમને કહ્યું કે, ગરીબ સવર્ણોને 25 ટકા અનામત આપવાના સમર્થન હું પહેલાથી કરી રહ્યો છું.

    મોદી સરકારમાં પાંચ વર્ષ માટે જનતા માટે કાર્ય

    રામદાસ અઠાવલે એ કહ્યું કે, મને લાગે છે કે મોદી સરકારે પાંચ વર્ષ પૂરા થવા પર 2019ના લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 300થી વધારે સીટો મળશે. તેમને કહ્યું કે, 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી દેશના દરેક સામાન્ય માણસ માટે કાર્ય કરવામાં આવ્યા છે. આ બધા કાર્યોના કારણે જ 2019માં બીજેપીને 300થી વધારે સીટો મળશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Petrol-diesel-price, ભાજપ

    આગામી સમાચાર