એનસીબીના સમીર વાનખેડેના પરિવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે મુલાકાત કરી.
રામદાસ આઠવલેએ કહ્યું, ‘આરપીઆઈ તરફથી હું નવાબ મલિકને કહેવા માગું છું કે સમીર અને તેના પરિવારને બદનામ કરવાના કાવતરા ઘડવાનું બંધ કરો. જો તેઓ કહે છે કે સમીર મુસલમાન છે તો તેઓ પોતે મુસલમાન થઈને આરોપ શા માટે લગાવી રહ્યા છે?’
મુંબઈ. ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી મામલે અરેસ્ટ કરાયેલા બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન (Aryan Khan)ને ભલે જામીન મળી ચૂક્યા છે, પણ આ કેસને લઈને નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) સવાલોના ઘેરામાં આવી ગયા છે. એનસીપી નેતા નવાબ મલિક (Nawab Malik)ના આરોપોથી પરેશાન સમીર વાનખેડેનો પરિવાર રવિવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athwale)ને મળ્યો. સમીર વાનખેડેના પરિવારથી મળ્યા બાદ રામદાસ આઠવલેએ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને વાનખેડે પરિવાર વિરુદ્ધ કાવતરા ન કરવાનું કહ્યું. આ સાથે કેન્દ્રીય મંત્રીએ પરિવારને આશ્વાસન આપ્યું કે સમીર વાનખેડેને કોઇપણ પ્રકારનું નુકસાન નહીં થાય.
ન્યુઝ એજન્સી ANI મુજબ, એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે અને પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ આજે રવિવારે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેને મળીને સમગ્ર મામલે વાતચીત કરી હતી. સમીર વાનખેડેના પરિવારને મળ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. રામદાસ આઠવલેએ કહ્યું, ‘આરપીઆઈ તરફથી હું નવાબ મલિકને કહેવા માગું છું કે સમીર અને તેના પરિવારને બદનામ કરવાના કાવતરા ઘડવાનું બંધ કરો. જો તેઓ કહે છે કે સમીર મુસલમાન છે તો તેઓ પોતે મુસલમાન થઈને આરોપ શા માટે લગાવી રહ્યા છે? રિપબ્લિકન પાર્ટી સમીર વાનખેડેની પડખે ઊભી છે.’
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રામદાસ આઠવલેએ સમીર વાનખેડેના પરિવારને વિશ્વાસ અપાવ્યો કે એનસીબીના અધિકારીને કોઈ નુકસાન નહીં થાય. આ પ્રેસ કોન્ફરન્સમાં સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું કે અમે આજે અહીં એટલા માટે આવ્યા છીએ કે તેઓ અમારી પડખે ઊભા છે. જેમ તેઓ દરેક દલિત સાથે ઊભા રહે છે. ક્રાંતિએ કહ્યું, ‘તેમણે (આઠવલે) કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ (મલિક) એક દલિતની સીટ છીનવી રહ્યા છે. નવાબ મલિકના અત્યારસુધીના દરેક આરોપ ખોટા સાબિત થયા છે.’
તો સમીરના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ કહ્યું, ‘નવાબ મલિક કહે છે કે અમે એક દલિતનો હક છીનવી લીધો. અમે પોતે દલિત છીએ. કંઈ કહેવું હોય તો કોર્ટ જાઓ. ફક્ત એટલા માટે કે મારા દીકરાએ તેમના જમાઈની ધરપકડ કરી, એટલે તેઓ આરોપ લગાવી રહ્યા છે. મારા દીકરાએ કે મેં ક્યારેય ધર્મ પરિવર્તન નથી કર્યું. આરોપો ખોટા છે.’
હું પોતાના નિવેદન પર કાયમ છું: નવાબ મલિક
તો નવાબ મલિકે સ્પષ્ટતા કરી છે કે તે પોતાના નિવેદનને લઈને અડગ છે. તેમણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને પદની ‘ગરિમા’ જાળવી રાખવાની અપીલ કરી છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી મલિકે વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે નકલી પ્રમાણપત્રના ઉપયોગનો આરોપ લગાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર