અમેરિકાના બિઝનેસમેને પીએમ મોદી વિશે વાણીવિલાસ કર્યો તો સ્મૃતિ ઈરાનીએ ઉધડો લઈ લીધો
ભાજપે પ્રેસ કોન્ફ્રેન્સ કરી વળતો જવાબ આપ્યો
ઈરાનીએ આગળ કહ્યું કે, જોર્જ સોરોસની આ જાહેરાત છે કે તે હિન્દુસ્તાનમાં મોદીને ઝુકાવી દેશે. હિન્દુસ્તાનની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ધ્વસ્ત કરશે, જેનો દરેક ભારતીયે જડબાતોડ જવાબ આપવો જોઈએ.
નવી દિલ્હી: અદાણી-હિંડનબર્ગ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. વિપક્ષ અદાણીના મુદ્દા પર મોદી સરકાર પર હાવી થઈ રહ્યું છે. આ તમામની વચ્ચે કેન્દ્રીય સ્મૃતિ ઈરાનીએ આજે પ્રેસ કોન્ફ્રેરન્સ કરીને અમેરિકી બિઝનેસમેન જોર્જ સોરોસ પર ખૂબ પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કહ્યું કે, ભારતના લોકતંત્રમાં દખલ આપવાની કોશિશ થઈ રહી છે. ઈરાનીએ આગળ કહ્યું કે, એક વિદેશી તાકાત જેના કેન્દ્રમાં જોર્જ સોરોસ છે. તેમણે એલાન કર્યું છે કે, તે ભારતના લોકતાંત્રિક ઢાંચા પર ઘા કરશે. તેમણે એલાન કર્યું છે કે, તે પીએમ મોદીને પોતાના પ્રહારનું મુખ્ય કેન્દ્ર બિંદુ બનાવે છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની પ્રેસ કોન્ફ્રેન્સમાં ક્હ્યું કે, આજે દેશની જનતાને એક નાગરિક હોવાના નાતે આહ્વાન કરવા માગું છું કે, એક વિદેશી તાકાત જેના કેન્દ્રમાં છે એક વ્યક્તિ, જેનું નામ છે જોર્જ સોરોસ, તેમણે એલાન કર્યું છે કે, હિન્દુસ્તાનના લોકતાંત્રિક ઢાંચાને ઈજા પહોંચાડશે. ઈરાનીએ આગળ કહ્યું કે, તેમણે એલાન કર્યું છે કે, તે પ્રધાનમંત્રી મોદી પર વાર કરી રહ્યા છે. તેમણે એલાન કર્યું છે કે, તે હિન્દુસ્તાનમાં પોતાની વિદેશી અંતર્ગત એક એવી વ્યવસ્થા બનાવશે, જે હિન્દુસ્તાન નહીં પણ તેમના હિતોનું સંરક્ષણ કરશે.
ઈરાનીએ આગળ કહ્યું કે, જોર્જ સોરોસની આ જાહેરાત છે કે તે હિન્દુસ્તાનમાં મોદીને ઝુકાવી દેશે. હિન્દુસ્તાનની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ધ્વસ્ત કરશે, જેનો દરેક ભારતીયે જડબાતોડ જવાબ આપવો જોઈએ.
ખોટા ઈરાદા સામે માથુ નહીં ઝુકાવે પીએમ મોદી
જોર્જ સોરોસને સવાલ કરીને સ્મૃતિ ઈરાનીએ પુછ્યું કે, આજે જોર્જ સોરોસે આપણે એકસૂરમાં જવાબ આપીશું કે, લોકતાંત્રિક પરિસ્થિતીઓમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને અમારા પ્રધાનમંત્રી આવા ખોટા ઈરાદા સામે માથુ ઝુકાવશે નહીં. અમે વિદેશી તાકાતોને પહેલા પણ હરાવી છે, આગળ પણ હરાવીશું.
કોંગ્રેસે પણ જોર્જ સોરોસ પર આકરા પ્રહાર કર્યા
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ જોર્જ સોરોસના નિવેદન પર ફટકાર લગાવી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ સાથે જોડાયેલ અદાણી કૌભાંડ ભારતમાં લોકતાંત્રિત પુનરુત્થાન શરુ કરશે કે નહીં આ કોંગ્રેસ , વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભપ છે. તેની સાથે જોર્જ સોરોસને કોઈ લેવા દેવા નથી. અમારી નહેરુવાદી વિરાસત નક્કી કરે છે કે, તેમના જેવા લોકો અમારા ચૂંટણી પરિણામ નક્કી કરી શકતા નથી.
જોર્જ સોરોસે એવું શું કહી દીધું કે, હોબાળો થયો
જોર્જ સોરોસ અમેરિકાના એક મોટા બિઝનેસમેન છે. તેમણે દેશમાં ગરમાયેલા અદાણી મુદ્દા પર પીએમ મોદી પર ટાર્ગેટ કર્યો છે. સોરોસે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દા પર શાંત છે. પણ તેમને સંસદમાં સવાલોના જવાબ સાથે વિદેશી રોકાણકારોને પણ જવાબ આપવો પડશે. આ વાત તેમને મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફ્રેન્સમાં કહી છે. સોરોસે કહ્યું કે, અદાણીનો મુદ્દો ભારતની ફેડરેલ સરકાર પર મોદીની પકડને ખૂબ જ નબળી કરી દેશે. જોર્જ સોરોસે આશા વ્યક્ત કરી છે કે, ભારતમાં એક લોકતાંત્રિક પરિવર્તન થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર