Home /News /national-international /કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું, કલમ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓનો ખાત્મો

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું, કલમ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓનો ખાત્મો

તસવીર- ANI

Terrorist eliminated after abrogation of Article 370: અગાઉ જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાંથી આતંકવાદીઓની કમર તૂટી ગઈ છે. અહીંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે, ત્યારથી અત્યાર સુધીમાં 439 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
અગાઉના જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા બાદ ઘાટીમાંથી આતંકવાદીઓની કમર તૂટી ગઈ છે. આતંકવાદીઓ કાં તો ગાટીમાં માર્યા ગયા છે અથવા તેઓને ભાગી જવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. જોકે આતંકવાદીઓને મારવામાં સુરક્ષા દળોએ પણ બલિદાન આપવું પડ્યું છે. ઓગસ્ટ 2019માં બંધારણની કલમ 370 જે અગાઉના જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી હતી તે દૂર કરવામાં આવી હતી. આ પછી કાશ્મીર ઘાટીમાં મોટાપાયે ઓપરેશન ચલાવીને આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. ANI અનુસાર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આ સંબંધમાં માહિતી આપતા કહ્યું કે અહીંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદથી અત્યાર સુધીમાં 439 આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે અગાઉ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સમયગાળા દરમિયાન આતંકવાદ સંબંધિત 541 ઘટનાઓ બની હતી. જોકે આ ઘટનાઓમાં 98 નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે.

109 સુરક્ષા જવાનો પણ શહીદ થયા

નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું કે આતંકવાદની આ ઘટનાઓમાં આતંકવાદીઓને ખતમ કરતી વખતે 109 સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 5 ઓગસ્ટ 2019ના રોજ દૂર કરવામાં આવી હતી. ઓગસ્ટ 2019થી ઓગસ્ટ 2021 સુધીમાં સામાન્ય નાગરિકોના મૃત્યુમાં 49 ટકાનો ઘટાડો થયો છે.

5.1 કરોડની સંપત્તિનું નુકસાન

નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આતંકની આ ઘટનાઓમાં કોઈ ખાસ સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું નથી પરંતુ કેટલીક ખાનગી સંપત્તિઓને ચોક્કસપણે નુકશાન થયું છે. સરકાર આ નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. અત્યાર સુધીમાં રૂ. 5.1 કરોડની મિલકતના નુકસાનનું આંકલન છે. બજેટ સત્ર દરમિયાન સરકારે આ વાત કહી છે. બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયું છે અને 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્રનું બીજું સત્ર 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. નાણાકીય વર્ષ 2022-23 માટે મંગળવારે રજૂ કરાયેલા બજેટમાં જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રીય સહાય અનુદાન અને લોન હેઠળ 35,581.44 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
First published:

Tags: Article370, Jammu and kashamir, Rajya Sabha Election

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો