Home /News /national-international /

મારી દીકરી મારું અભિમાન! કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શેર કરી કોવિડ વૉરિયર દીકરીની તસવીર

મારી દીકરી મારું અભિમાન! કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શેર કરી કોવિડ વૉરિયર દીકરીની તસવીર

દીકરી દિશા, પિતા મનસુખ માંડવિયા.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ ટ્વિટર પર પોતાની દીકરીની તસવીર શેર કરીને લખ્યું કે, આ ઘડી માટે ખૂબ લાંબી રાહ જોવી પડી છે.

    નવી દિલ્હી: જ્યારે કોઈ પિતા (Father) તેની દીકરી (Daughter)નું સપનું પૂર્ણ કરે છે અથવા તેની દીકરી કોઈ સફળતા મેળવે છે ત્યારે તેની છાતી ગજ ગજ ફૂલી જતી હોય છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) આવી જ સ્થિતિમાંથી પસાર થયા છે. મંત્રીએ તાજેતરમાં પીપીઈ કીટ (PPE kit) પહેરેલી તેમની દીકરીને તસવીર શેર કરી છે. મંત્રી માંડવિયાએ લખ્યું છે કે, દીકરીને કોરોના વૉરિયર (Corona warrior) તરીકે જોવામાં ખૂબ રાહ જોવી પડી છે.

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તેમની દીકરી દિશાની એક તસવીર માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, "મારી દીકરી મારું અભિમાન! દિશા, મેં તને આ ભૂમિકામાં જોવા માટે લાંબા સમય સુધી રાહ જોઈ છે. તું ઇન્ટર્ન તરીકે આવી રીતે તારું કર્તવ્ય નિભાવી રહી છે તે જોઈને હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. રાષ્ટ્રને તારી સેવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે તું તારી જાતને સાબિત કરી બતાવીશ."

    માંડવિયા તરફથી ટ્વીટ કરવામાં આવ્યા બાદ ટ્વિટરના અન્ય યૂઝર્સ પણ દિશાની પ્રશંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં દેશની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દેશમાં હાલ કોરોના જાણે કે બેકાબૂ જ થઈ ગયો છે. દરરોજ નવા કેસની સંખ્યા ત્રણ લાખને પાર થઈ રહી છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.

    આ પણ વાંચો: Video: દર્દથી તડપી રહી હતી પ્રેગ્નેન્ટ મહિલા, ડૉક્ટરે ગોદમાં ઉઠાવીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચાડી

    આ પણ વાંચો: સુરત: સતત ચિતાઓ બળી રહી છે ત્યારે દારૂની બોટલો સાથે જન્મદિવસની ઊજવણી કરનારા યુવક સામે રોષ 

    આ પહેલા કેન્દ્રીય મંત્રીએ ઑક્સિજન પરિવહન અંગે પણ મહત્ત્વની જાણકારી આપી હતી. માંડવિયાના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારે તમામ પોર્ટ પર ઑક્સિજન કે ઑક્સિજન સાથે જોડાયેલા સાધનો લઈને આવી રહેલા જહાજોને ટેક્સ માફી માટે કહ્યું છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા તેમણે માહિતી આપી હતી કે રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી સાઇટ્સને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 12 એપ્રિલ પછી રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવા સ્થળને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉત્પાદન ક્ષમતા હવે 90 લાખ શીશી પ્રતિ માસ થવાની છે, જે પહેલા 40 શીસી પ્રતિ માસ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Corona Warrior, Coronavirus, COVID-19, Father, PPE kit, દીકરી, મનસુખ માંડવીયા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन