Home /News /national-international /

ડ્રાઇવિંગ સમયે ફોન પર વાત કરવી ગુનો નથી! પણ આ છે શરત, જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

ડ્રાઇવિંગ સમયે ફોન પર વાત કરવી ગુનો નથી! પણ આ છે શરત, જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

નીતિન ગડકરીના આ નિવેદનનો અર્થ એ છે કે જો પોલીસ હેન્ડ્સ ફ્રી પર વાત કરતી વખતે તમારું ચાલાન કાપી લે છે, તો તમે તેને કોર્ટમાં પડકારી શકો છો

Nitin Gadkari on talking phone while driving - આ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે

નવી દિલ્હી : તમે સાંભળ્યું જ હશે કે ચાલુ વાહને ફોન પર વાત કરવાથી કાયદાકીય કાર્યવાહી (Legel Action) થઇ શકે છે. પરંતુ હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું છે કે ડ્રાઇવિંગ (Car driving)કરતી વખતે ફોન પર વાત કરવી (talking on phone while driving) હવે દેશમાં ગુનો નહીં ગણાય. આ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવાની વાતને ગુનાની શ્રેણીમાંથી બાકાત રાખવામાં આવી છે. પરંતુ હાં, તેનો અર્થ એવો બિલકુલ નથી કે તમે ચાલુ ગાડીએ ફોન પર વાત કરો. જો તમે બીજા ઘણા પ્રકારના નિયમોનું પાલન કરો છો, તો જ તમે ફોન પર વાત કરી શકો છો. ગડકરીએ લોકસભામાં એક નિવેદનમાં કહ્યું હતું કે, કારમાં ફોન પર વાત કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

શું કહ્યું નીતિન ગડકરીએ?

નીતિન ગડકરીએ આપેલા નિવેદન અનુસાર, કારમાં ફોન પર વાત કરવાની મંજૂરી ત્યારે જ મળશે, જ્યારે મોબાઇલ ફોનમાં ફ્રી હેન્ડ્સ હશે. આનો અર્થ એ છે કે જો તમે હેન્ડ્સ ફ્રી પર વાત કરો છો, તો તેના માટે ચાલાન કાપવામાં આવશે નહીં. તેમજ ફોન કારમાં ન હોવો જોઈએ. હેન્ડ્સ ફ્રી પર વાત કરતી સમયે ફોન ખિસ્સામાં હોવો જરૂરી છે.

આ પણ વાંચો - Russia-Ukraine crisis: અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવ્યા, યૂક્રેન પર રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે, દેશ છોડી દે

ચાલાનને કોર્ટમાં પડકારી શકો છો

નીતિન ગડકરીના આ નિવેદનનો અર્થ એ છે કે જો પોલીસ હેન્ડ્સ ફ્રી પર વાત કરતી વખતે તમારું ચાલાન કાપી લે છે, તો તમે તેને કોર્ટમાં પડકારી શકો છો. નીતિન ગડકરીએ જણાવ્યું કે, “જો કોઇ ડ્રાઇવર ફોન પર હેન્ડ્સ ફ્રી દ્વારા વાત કરે છે તો તેને અપરાધ માનવામાં નહીં આવે. આ સ્થિતિમાં ટ્રાફિક પોલીસ ચાલાન નહીં કાપી શકે. જો ચાલાન કાપવામાં આવે છે તો તેને કોર્ટમાં પડકારી શકાશે.”

જો કે, આ પહેલા સપ્ટેમ્બર 2021માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું હતું કે, ડ્રાઇવરો ડ્રાઇવિંગ કરતી વખતે ફક્ત નેવિગેશન માટે જ ફોનનો ઉપયોગ કરી શકે છે. આ તે કિસ્સામાં પણ છે કે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરનું ધ્યાન વિચલિત ન થાય.
First published:

Tags: Nitin Gadkari, Union minister

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन