નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) કોરોના વાયરસથી (Coronavirus)સંક્રમિત થયા છે. મંત્રીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. નીતિન ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કાલથી હું નબળાઇ અનુભવી રહ્યો હતો અને પછી મેં મારા ડોક્ટરની સલાહ લીધી હતી. ચેકઅપ દરમિયાન કોરોના વાયરસ સંક્રમિત આવ્યો છું. હું તમારી પ્રાર્થના અને શુભકામનાઓના કારણે હાલ બિલકુલ સ્વસ્થ છું. મેં પોતાને આઈસોલેટ કરી લીધો છે.
નીતિન ગડકરીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું પોતાના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને સાવધાન રહેવા અને પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરું છું. પોતોની સંભાળ રાખે.
Yesterday, I was feeling weak and consulted my Doctor. During the course of my check up, I have been tested COVID 19 positive. I am at present doing well with the blessings and good wishes of all. I have isolated myself.
તમને જણાવી દઈએ કે મોદી સરકારના ઘણા મંત્રી, ઘણા રાજ્યોના મુખ્યમંત્રી, ઘણા મોટા નેતા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક અંદાજ પ્રમાણે દેશમાં લગભગ 200થી વધારે મંત્રી અને મોટા નેતા કોરોના પોઝિટિવ થયા છે. જોકે તેમાંથી મોટાભાગના સ્વસ્થ બનીને કામ પર પરત ફર્યા છે.
કેન્દ્રીય મંત્રીઓની વાત કરવામાં આવે તો ગૃહમંત્રી અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણપાલ ગુર્જર, શ્રીપદ નાઇક, અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત સહિત ઘણા મંત્રી કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર