Mission Paani: 'પહેલી વખત લોકોએ કુંભમાં સ્નાન પણ કર્યું અને પાણી પણ પીધું'

નીતિન ગડકરીએ કહ્યું, પહેલી વખત લોકોએ કુંભમાં સ્નાન પણ કર્યું અને પાણી પણ પીધું

રિસાઈકલ પાણી જો ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવે તો, ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરવાની જરૂરત ન થાય. મારૂ માનવું છે કે, સમુદ્રમાં જેટલું પાણી છોડવામાં આવે તે સાફ કરીને જ છોડવામાં આવે.

  • Share this:
    જળસંકટ મુદ્દે લોકોને જાગરૂપ કરવા માટે અને પાણીની બચત માટે તેમને પ્રેરિત કરવા માટે ન્યૂઝ18નું ખાસ અભિયાન મિશન પાની લોન્ચ થઈ ગયું છે. આ ખાસ અભિયાનને અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું. અમિતાભ બચ્ચન મિશન પાની કેમ્પેઈનના એમ્બેસેડર છે. આ કાર્યક્રમમાં કેટલાએ મોટા મંત્રીઓ અને દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ મુંબઈની પરિસ્થિતિ પર દુખ જાહેર કરતા કહ્યું કે, હું આટલા દિવસ મુંબઈમાં આવુ છુ, મને અહીંની પરિસ્થિતિ જોઈ ખુબ દુખ થાય છે. અહીંનું તમામ ગંદુ પાણી સમુદ્રમાં છોડી દેવામાં આવે છે. પુણે-મુંબઈમાં ઈન્ડસ્ટ્રીમાં જેટલું પાણી લાગે છે તે ફિલ્ટર્ડ પાણી હોય છે.

    સમુદ્રમાં પાણી સાફ કરીને જ છોડવામાં આવે
    નીતિન ગડકરીએ કહ્યું કે, જ્યારે હું અહીં મંત્રી હતો ત્યારે મે ચેતાવણી આપી હતી કે, ઈન્ડસ્ટ્રીનું પાણી સમુદ્રમાં નહીં જાય. ત્યારે મને કહેવામાં આવ્યું કે, પાણી ડ્રેનેજમાં જઈ રહ્યું છે. ત્યારે મે પ્રશ્ન કર્યો કે, ડ્રેનેજનું પાણી ક્યાં જાય છે. તો જવાબ મળ્યો સમુદ્રમાં. નીતિન ગડકરીએ કહ્યું કે, ત્યારે મે તેમને આવું ન કરવા કહ્યું હતું. ત્યારબાદથી તે પાણી રિસાઈકલ કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ રિસાઈકલ પાણી જો ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવે તો, ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરવાની જરૂરત ન થાય. મારૂ માનવું છે કે, સમુદ્રમાં જેટલું પાણી છોડવામાં આવે તે સાફ કરીને જ છોડવામાં આવે.

    પહેલી વખત લોકોએ કુંભમાં પાણી પીધુ
    નીતિન ગડકરીએ કહ્યું કે, નમામી ગંગે હેઠળ હું ઈલાહાબાદમાં નવ પ્રોજેક્ટ કરી રહ્યો છું. તેમાંથી ચાર પૂરા થઈ ગયા છે. વારાણસીમાં પણ 9 પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે કુંભમાં પહેલી વખત એવું બન્યું કે, લોકોએ સ્નાન કર્યું અને પાણી પીધુ.

    આ કાર્યક્રમમાં કેમ્પેઈન એમ્બેસેડર અમિતાભ બચ્ચને કહ્યું કે, આ પ્રકારના મોટા કેમ્પેઈનથી દેશભરમાં સારો સંકેત જાય છે. તેમણે કહ્યું કે, 8 વર્ષની મહેનત બાદ દેશમાંથી પોલિયો ખતમ થઈ શક્યો.
    Published by:kiran mehta
    First published: