Home /News /national-international /VIDEO: નેહરુ સિગારેટ પીતા હતા, ગાંધીજીનો દીકરો પણ નશો કરતો હતો: કેન્દ્રીય મંત્રીનો વીડિયો વાયરલ થયો
VIDEO: નેહરુ સિગારેટ પીતા હતા, ગાંધીજીનો દીકરો પણ નશો કરતો હતો: કેન્દ્રીય મંત્રીનો વીડિયો વાયરલ થયો
union minister kaushal kishore
વાયરલ વીડિયોમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોર કહે છે કે, જવાહર લાલ નહેરુજી નશો કરતા હતા, સિગરેટ પીતા હતા અને મહાત્મા ગાંધીનો એક દીકરો નશો કરતો હતો.
ભરતપુર: પંડિત જવાહર લાલ નેહરુ અને મહાત્મા ગાંધીને લઈને કેન્દ્રીય મંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, નેહરુ નશો કરતા હતા. રાજસ્થાનના ભરતપુરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે કહ્યુ કે, દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ નશો કરતા હતા. એટલું જ નહીં તેમણે તો મહાત્મા ગાંધીજીના દીકરાને લઈને પણ આવો દાવો કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈને તેનો વીડિયો જાહેર કર્યો છે.
વાયરલ વીડિયોમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોર કહે છે કે, જવાહર લાલ નહેરુજી નશો કરતા હતા, સિગરેટ પીતા હતા અને મહાત્મા ગાંધીનો એક દીકરો નશો કરતો હતો. જો આપ વાંચશો તો ખબર પડશે. આવી રીતે નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો. અમારી અપીલ છે કે, નશાને લઈને થનારા દરેક નુકસાનને લઈને લોકોમાં જેટલો ડર ઊભો થશે, જે રીતે ઝેરની દુકાન હોતી નથી, તેવી જ રીતે નશાની પણ દુકાન બંધ થવી જોઈએ.
#WATCH जवाहर लाल नेहरू जी नशा करते थे, सिगरेट पीते थे और महात्मा गांधी जी का एक लड़का नशा करता था। आगर आप पढ़ेंगे और देखेंगे तो पता चल जाएगा: नशा मुक्ति जागरण अभियान कार्यक्रम में केंद्रीय आवासन एवं शहरी कार्य राज्यमंत्री मंत्री कौशल किशोर, भरतपुर, राजस्थान (14.12) pic.twitter.com/VdZZ93k8sx
હકીકતમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર મોટા ભાગે નશા વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમના ટ્વિટર હૈંડલ પર નજર કરશો, તો ખબર પડશે કે, તેઓ હંમેશા લોકોને નશા વિરુદ્ધ જાગૃક કરતા રહે છે. હાલમાં દિવસોમાં કૌશલ કિશરે ટ્વિટર કરીને લોકોને નશો છોડવાની અપીલ કરી હતી. કૌશલ કિશોરે ટ્વિટ કર્યું હતું કે, હું ખુદ સાંસદ છું, મારી પત્ની ધારાસભ્ય હોવા છતાં પણ મારા દીકરાની જિંદગી નશાથી બચાવી શક્યા નહીં, પણ હું ઈચ્છુ છું કે, હવે કોઈ પણ મા અને પિતા પોતાના બાળકોને નશાના કારણે ખોવે નહીં. નશાના કારણે કેટલીય મહિલા વિધવા ન થાય, કોઈ બાળક નશાના કારણે પિતા વગરના ન થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર