મોબ લિન્ચિંગના દોષીઓનું જયંત સિન્હાએ કર્યું સ્વાગત, પહેરાવી માળા

News18 Gujarati
Updated: July 7, 2018, 7:44 AM IST
મોબ લિન્ચિંગના દોષીઓનું જયંત સિન્હાએ કર્યું સ્વાગત, પહેરાવી માળા
કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ મોબ લિન્ચિંગના આરોપીઓનું માળા પહેરાવી સ્વાગત કર્યું

  • Share this:
કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ શુક્રવારે રામગઢ લિંચિંગ કેસના આઠ દોષીઓનું સ્વાગત કર્યું અને તેમને માળા પહેરાવી. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 27 જૂને લગભગ 100 ગૌરક્ષકોની ભીડે પશુ વ્યાપારી અલીમુદ્દીન અંસારીને હજારીબાગ જીલ્લાના રામગઢમાં ધોળાદિવસે મારી નાખ્યો હતો. જયંત સિન્હા હજારીબાગ લોકસભા સીટના સાંસદ છે. ભીડ દ્વારા ઢોર માર મારીને મારી નાખવાના આ મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટે રેકોર્ડ પાંચ મહિનામાં સુનાવણી કરીને આ વર્ષે 21 માર્ચે 11 આરોપીઓને ઉંમરકેદની સજા સંભળાવી હતી.

કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ આ મામલામાં પોલીસ તપાસ પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને સીબીઆઈ તપાસની માંગ કરી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા સજા મળ્યા બાદ તમામ દોષીઓ ઝારખંડ હાઈકોર્ટની શરણે ગયા હતા. અહીંથી આઠને 29 જૂને જામીન મળ્યા હતા. બુધવારે આ લોકો જયપ્રકાશ નારાયણ સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા હતા. અહીંથી તે સીધા જયંત સિન્હાના ઘરે ગયા હતા, જ્યાં મંત્રીએ તેમનું માળા પહેરાવી સ્વાગત કર્યું. આ લોકો બીજેપી ઓબીસી મોર્ચાના અધ્યક્ષ અમરદીપ યાદવના નેતૃત્વમાં સિન્હાના ઘરે ગયા હતા.

અમરદીપ યાદવે જણાવ્યું કે, જયંત સિન્હા હંમેશા માનતા હતા કે, આ લોકો નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવ્યા છે. જેથી તેમણે પોતાની ક્ષમતાથી આ લોકોની કાયદાકીય અને આર્થિક મદદ કરી છે. નિર્દોષ લોકોનો સાથ આપવો તેમાં કઈ ખોટુ નથી. ત્રણ અન્ય દોષીઓની વાત કરતા કહ્યું કે, આશા રાખીએ છીએ કે તેમને પણ જામીન મળી જાય.

યાદવે દાવો કર્યો કે, જયંત સિન્હાએ જાતે આ મામલાના કાગળ જોયા હતા અને વકીલો સાથે વાતચીત કરી છે. ન્યૂઝ 18 દ્વારા જયંત સિન્હા સાથે વાત કરવાની કોશિસ કરવામાં આવી, પરંતુ તેમની ઓફિસમાંથી જવાબ મળ્યો કે, તે વ્યસ્ત છે અને હાલ પ્રતિક્રિયા નહીં આપી શકે.

આ ઘટના બાદ રાજ્યની રાજનીતીમાં જાણે ભૂકંપ આવી ગયો હતો. વિપક્ષી દળોએ જયંત સિન્હા અને બીજેપી પર તીકો હુમલો શરૂ કરી દીધો હતો. પૂર્વ મુક્યમંત્રી અને ઝારખંડ મુક્તી મોર્ચાના નેતા હેમંત સોરેને કહ્યું કે, આ ખુબ ગંભીર મામલો છે અને જે સિન્હાએ કર્યું છે, તે કોઈ મંત્રીને શોભતુ નથી.
First published: July 7, 2018, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading